Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 363
________________ ૩૩૬ શ્રાવકધર્મ વિધાન ઉત્તર-ગૃહસ્થના ઉપદેશથી ધર્મ પ્રાપ્તિ કોઈ કોઈ જીવોને હોય છે એ વાત સત્ય છે, પરંતુ તેથી ગૃહસ્થને ધર્માચાર્ય તરીકે માનવા વા ધર્માચાર્ય શબ્દથી પ્રસિદ્ધ રીતે કહેવા, એ શુદ્ધ વ્યવહાર નથી. કારણ કે શબ્દોનો ઉપગ પણ આભૂષણવત્ યથાસ્થાને શોભે છે. ગળાનો હાર કેડે પહેર્યો હોય તો ન પહેરાય એમ નહિ, પરંતુ એ રીતે આભરણનો ઉપયોગ વિવેકવાળો ન કહેવાય, તેમ પંચમહાવ્રતધારી મહામુનિઓને અંગે ઘટતો શબ્દ ગૃહસ્થને અંગે ઉપયોગી કરીએ તો એ ઉપયોગ વિવેકપૂર્વક ન ગણાય. માટે ગૃહસ્થથી ધર્મપ્રાપ્તિ થઈ હોય તો તે ગૃહસ્થને વિદ્યાગુરૂ તરીકે માની તેનું ઉચિત રીતે બહુમાન કરવું, કરેલા ગુણને જાણવો એ વસ્તુ યોગ્ય છે. પરંતુ આ મારા ધર્માચાર્ય છે એવી પ્રસિદ્ધિ કરવી, અથવા એ રીતે માનવું એ વિવેક નથી. પુનઃગ્રહસ્થનાં ઉપદેશાદિકથી જે પોતે ધર્મ પ્રાપ્ત કરી પ્રત્રજ્યા અંગીકાર કરી હોય તે ઉપકારી ગૃહસ્થને અનેક રીતે ધર્મોપદેશાદિક દ્વારા સાધુ ધર્મ પ્રાપ્ત કસવે, તો જ ધર્મોપકારી ગૃહસ્થ ધર્મ પમાડ્યાનો બદલો વાળી શકાય છે. એ રીતે ગૃહસ્થ વિદ્યાગુરૂને તે બદલો વાળી શકવાને માર્ગ છે, પરંતુ ધર્માચાર્યથી ધર્મ પામ્યાને બદલો વાળી શકે અશકય છે, કહ્યું છે કે – सम्मत्तदायगाणं, दुप्पडियार भवेसु बहुएसु । सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं ॥१॥ सम्यक्त्वदायकानां दुष्प्रतिकारो भवेषु बहुकेषु । सर्वगुणमिलिताभिरपि उपकारसहस्रकोटिभिः ॥१॥

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380