________________
૩૩૪
શ્રાવકધર્મ વિધાન
અર્થ અર્થમાં રાગભાવ ઉપજતાં (અર્થાત્ ધન લેભ વધતાં) તેને ઉપાર્જન કરવા વિગેરેમાં સંકલેશ પરિણામ વધે છે, અને ધર્મને અર્થે ધન ઉપાર્જન કરવાને વિચાર કરે, તેથી તે ધનને ઉપાર્જન ન કરવું એજ વિશેષ ઉત્તમ છે. ઈત્યાદિ રીતે બાધક ની વિપક્ષ ભાવના ભાવવી. . ૨ | પરિવારની સારવારમાં અને તેના પિષણદિકમાં આર્તધ્યાન રૌદ્રધ્યાન વધતું જાય, અને શ્રાવકને તે જેમ બને તેમ સંસારનાં અધિકરણ ઓછાં કરવાનાં હોય છે, તેને બદલે વધારવાનો વિચાર કરે એ પરિણત શ્રાવકને ઉચિત કેમ કહેવાય ? વળી અન્ય દર્શનમાં અપુત્રીયાને દુર્ગતિ કહી છે તેમ જૈન દર્શનમાં દુર્ગતિ કહી નથી. માટે શ્રાવકે સંતતિના અભાવે ઉગ ન કરે, પરંતુ સંતતિ નથી તે ઘણું શ્રેષ્ટ છે, ધર્મ કાર્યો સુખે સમાધે સાધી શકાય છે, અને પુત્રાદિ નિમિત્તે ઉપજતાં આર્ત રૌદ્રધ્યાનમાંથી સહજે બચી જવાય છે, એ રીતે સંતતિ સંબંધિ બાધક દોષની વિપક્ષભાવના વિચારવી.
એ પ્રમાણે ધન સ્ત્રી સંતતિ આદિ બાહ્ય બાધકોષની વિપક્ષભાવનાએ કહી, અને ક્રોધ, માન, માયા, લોભ આદિ અભ્યન્તર બાધકની વિપક્ષભાવના ક્રોધાદિનાં દુર્ગતિ આદિ કટુક ફળોને અવલંબીને વિચારવી. શાસ્ત્રમાં કષાયને જે રીતે કટુક ફળવાળા વર્ણવ્યા છે અને જીવને જે રીતે સંસારમાં ભમાવનારા કહ્યા છે તે રીતે એ અભ્યન્તર બાધક દોષની વિપક્ષ ભાવના ભાવવી.
૧ શ્રી અષ્ટકમાં પણ કહ્યું છે કેधर्मार्थ यस्य वित्तहा, तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पंकस्य, दूरादस्पर्शनं वरम् ।
અર્થ–જે શ્રાવકને (વા અન્યને) ધર્મને અર્થે ધન કમા