________________
શ્રાવની દિનચર્યા
दीपो ताणं सरीरीणं, समुद्दे दुत्तरे जहा। धम्मो जिणिदपत्रचो, तहा संसारसागरे ॥२॥
અર્થ-જેમ દુઃખે તરી શકાય એવા સમુદ્રમાં જીવેને દ્વીપ (બેટ) શરણ આપનાર છે, તેમ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબતા અને શ્રી જિનેશ્વરને કહેલો ધમ શરણરૂપ છે. ૧ છે ૪ ધર્મના વિવિધ ગુણની ચિંતવના. છે
શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ એ બે પ્રકારના ધર્મના ગુણ-ઉપકાર-ફળ તે ધર્મગુણ અને તે આ લેક સંબંધિ વિવિધ પ્રકારનાં ધર્મફળ અને પાક સંબંધિ વિવિધ પ્રકારનાં જે ધર્મ ફળ તેની ચિંતવના કરવી તે વિવિધ ધર્મગુણ ચિંતા કહેવાય. તે આ પ્રમાણે – . (૧) શ્રત ધર્મ ફલ ચિંતા–જીવ અજીવ પુન્ય પાપ આશ્રવસંવરનિશ બંધ અને મેક્ષ આદિ સત્ તત્વેનું જ્ઞાન શ્રતથી- શાસ્ત્રથી થાય છે. સ્વર્ગનાં પૌગલિક સુખ અને નરકનાં દુઃખ શ્રત ધર્મથી સમજાય છે. હિત, અહિત, હેય સેય ઉપાદેય આદિ વિધાને શ્રત ધર્મથી સમજાય છે, અને તે સમજીને હેયને છોડવાને, ચને જાણવાને અને ઉપાય અને આદરવાને ઉદ્યમ બની શકે છે, અને સમભાવ પ્રાપ્ત થાય છે. માટે એવા શ્રત ધર્મનું હે જીવ! આરાધન કરવા યોગ્ય છે. કહ્યું છે કે –
श्रुतिगम्यं फलं तावत् सद्धर्मस्य शिवादिकम् । शमजन्यसौख्यरूपं तु, साक्षादेवानुभूयते ॥१॥ द्वीपस्त्राणं शरीरिणां समुद्रे दुस्तरे यथा । धर्मो जिनेन्द्रप्रज्ञप्तः तथा संसारसागरे ॥२॥