________________
૩૧૮
શ્રાવકધર્મ વિધાન
ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના ભવ ભમીને અનન્ત પુણ્ય પ્રભાવના સામર્થ્ય વડે તથા પ્રકારની ભવિતવ્યતાના ગે દશ દષ્ટાન્ત
મનુષ્ય ભવની દુલભતા જણાવનાર ૧૦ દષ્ટાન્તો. चोलग-पासग धणे-जूए-रयणे य सुमिण-चक्के य । चम्मजुगे परमाणू दस दिटुंता मणुयलंमे ॥
અર્થ-૧ ચુલ્લગનું, ૨ પાસાનું, ૩ ધાન્યનું, ૪ વ્રતનું, ૫ રત્નનું, ૬ સ્વપ્નનું, ૭ ચક્રનું, ૮ ચર્મનું, ૯ યુગનું, ૧૦ પરમાણુંનું એમ મનુષ્ય ભવની દુર્લભતાના ૧૦ દષ્ટા તે જાણવાં. ૧
આ દષ્ટાતોને સાર નીચે પ્રમાણે
૧ ચુલ્લગ (ભજન)–બ્રાહ્મણ ઉપર ખુશ થએલ ચક્રવર્તી તેને વરદાન માગવા કહે છે. ત્યારે નિર્ભાગી બ્રાહ્મણ સ્ત્રીની સલાહથી તેના રાજ્યમાં દરરોજ એક એક ઘેર જમવાની માગણી કરે છે, પહેલે દિવસે ચક્રવતીને ત્યાં ભજન કરી દરરોજ એક એક ઘેર જમતાં જમતાં તે બ્રાહ્મણનું આખું આયુષ્ય પૂરું થાય તે પણ ફરીથી ચક્રવતીને ઘેર જમવાને વારે આવે નહિ અને કદાચ બહુજ લાંબું આયુષ્ય હેય અને ફરીથી રાજાને ત્યાં વારે આવે, પરંતુ સુક્ત કર્યા વિના હારી ગએલે મનુષ્ય ભવ ફરીથી મેળવે નહિ.
૨ પાસગ (પાસાનું)–ચંદ્રગુપ્ત નામના રાજાને ચાણકય નામે બુદ્ધિમાન મંત્રી હતા. તેણે રાજાનો ભંડાર ધનથી ભરવા માટે વેપારીઓને બોલાવી જુગાર રમાડે. ચાણક્ય પાસે દૈવી પાસા હેવાથી તે વેપારીઓ રમતમાં બધું ધન હારી ગયા. ગએલું ધન મેળવવાને વેપારીઓ ફરી ફરીને રમે તે પણ તે ધન પાછું મેળવી : શકે નહિ. કદાચ મેળવે તે પણ હારી ગએલે મનુષ્ય જન્મ ફરી મળે નહિ.