________________
૩૨૨
શ્રાવકધામ વિધાન દુષ્ટ અનાર્યજીવનમાં ધર્મ જેવી વસ્તુ કઈ રીતે સંભવે ? અગ્નિમાં શીતલતા સંભવે તે એવા દુષ્ટ અનાર્યજીવનમાં ધર્મ વિવેક શાન્તિ ઇત્યાદિ સદ્દગુણ સંભવે. માટે અનાર્ય ક્ષેત્રમાં ઉપજવાથી પણ મનુષ્ય ભવ હારી જવાય છે ને પરિણામે દુર્ગતિજ પ્રાપ્ત થાય છે. માટે આર્ય ક્ષેત્રમાં જન્મ થો તે દુષ્કર છે. ધર્મ અક્ષરોનું શ્રવણ આર્ય ક્ષેત્રમાં જ મળે છે. હું કેણ છું? જીવ શું? અજીવ શું? પુણ્ય શું? પાપ શું? ઈત્યાદિ સમજણ આર્ય ક્ષેત્રમાંથી મળે છે. શાન્તિ સુખનાં સાધનો આર્યક્ષેત્રમાંથી મળે છે, માટે આર્ય ક્ષેત્રમાં જન્મ થ એ દુર્લભ છે. એવા પ્રકારની ભાવના ભાવવી તે ક્ષેત્રથી ક્ષણલાભ દીપના કહેવાય. પુનઃ આર્ય ક્ષેત્રમાં જન્મ થવા છતાં પણ માછીમાર ભીલ-કોળી આદિ ક્ષુદ્ર કુળમાં જન્મ થયે હેય તે ત્યાં પણ દુષ્ટ પરિણામવાળું જીવન વ્યતીત થાય છે, ને આત્માની ઉન્નત દશા થવાનાં સાધને મળતાં નથી. માટે ઉત્તમ જાતિ કુળમાં જન્મ થ દુર્લભ છે. આત્માને વિવેક વિનય આચાર વિચાર આદિકની સભ્યતાઓ ઉત્તમ જાતિ કુળમાં પ્રાપ્ત થાય છે. વળી ઉત્તમ જાતિ કુળમાં જન્મ થવા છતાં જે ઈન્દ્રિયની પૂર્ણતા ન હોય ને અંધપણું, બહેરાપણું, અપંગપણું ઇત્યાદિ અંગવિકલતા હોય તે ધર્મસાધન ન થાય. વળી અંગ પરિપૂર્ણ હોવા છતાં જે શરીર નિરોગી ન હોય તે ધર્માનુષ્ઠાને બની શકતાં નથી, તેથી નિરેગતા પ્રાપ્ત થવી દુર્લભ છે, વળી નિરોગી શરીર હોવા છતાં પણ જે આયુષ્ય અલ્પ હેય તે પણ ધર્મસાધનને અવસર મળતું નથી, જેથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થવું દુર્લભ છે. એ પ્રમાણે મનુષ્યત્વ