________________
શ્રાવકની દિનચર્યા
૩૧૧
કહા છે, પરંતુ આયુષ્ય વધવાને કેઈ ઉપાય શાસ્ત્રમાં કહ્યો નથી, માટે હે જીવ! આયુષ્યની સમય સમય હાનિ થતાં પણ સંપૂર્ણ આયુષ્ય પૂરું ભેગવાશે એ નિયત નથી, કેણ જાણે કઈ વખતે અચાનક મરણ આવશે તેની ખબર નથી, તે પ્રમાદ શા માટે કરે છે? ( ૨ અસમંજસ ચેષ્ટાઓના વિપાકની ભાવના છે
પ્રાણિઓની હિંસા કરવી, અસત્ય વચન બોલવું, ચોરી કરવી, વ્યભિચાર સેવવા, ધન ધાન્યાદિકને અધિક તૂટી જાય છે.
પ્રશ્ર–જે એ પ્રમાણે શિથિલ આયુષ્યવાળે જીવ આયુષ્ય પૂર્ણ કર્યા વિના અધવચમાંજ મરણ પામી જાય તે જોગવતાં બાકી રહેલું આયુષ્ય બીજા ભવમાં ભગવે ?
ઉત્તર–ના. તે આયુષ્ય બીજા ભવમાં કઈ રીતે ભગવાતું નથી, પરંતુ તેજ ભવમાં ભગવાઈ પૂર્ણ થઈ જાય છે.
* પ્રશ્ન–એક વાર કહે છે કે સોપક્રમ આયુવાળા જીવ અધુરા આયુષ્ય મરણ પામે, વળી કહે છે કે એજ જીવ બાકીનું આયુષ્ય બીજા ભવમાં ન ભોગવતાં તેજ ભવમાં પૂર્ણ કરે, એ વાતે વ્યાઘાત (પરસ્પર વિરુદ્ધ વચન) જેવું શું કહે છે ?
ઉત્તર-એમ કહેવામાં વદતે વ્યાઘાત જેવું કંઈ જ નથી, તેનું કારણકે આયુષ્ય બે પ્રકારનું છે. ૧ દ્રવ્ય આયુષ્ય એટલે આયુષ્યના મુદ્દગલે, ને ૨ કાલ આયુષ્ય એટલે ૧૦૦ વર્ષ ઈત્યાદિ કાળને નિયમ. તેમાં કાળ આયુષ્યની અપેક્ષાઓ આયુષ્ય તૂટે છે, પરંતુ દ્રવ્ય આયુષ્ય, તે સંપૂર્ણ ભગવાય છે, કારણકે અલ્પકાળમાં મરણ પામતાં આયુષ્યના મુદ્દગલે બહુ જલદી અને ઘણું ઘણું ભગવાઈ જાય છે, જેથી એક પણ પુદ્ગલ ભેગવવાને બાકી રહેતો નથી અને ત્યારેજ મરણ થયું કહેવાય છે.