________________
૩૧૦
શ્રાવકધર્મ વિધાન ૬ –ઝેરી દેહવાળાના સ્પર્શથી (જેમ વિષ કન્યાના સ્પર્શથી આયુષ્ય ઘટે.
૭ શ્વાસોચ્છવાસ–અતિ શ્વાસોચ્છવાસ લેવાથી તથા શ્વાસોચ્છવાસ બંધ કરવાથી એમ બંને રીતે આયુષ્ય ઘટે છે. એ પ્રમાણે આયુષ્ય ઘટવાના ૭ ઉપક્રમ
૧ આયુષ્ય અપવર્તનીયને અનપવર્તનીય એમ બે પ્રકારનું છે, તેમાં જે આયુષ્ય ઉપક્રમ મળતાં ઘટે તે અપવર્તનીય, ને ઉપમેથી (આયુ ઘટવાના નિમિત્તોથી) પણ ન ઘટે એવું આયુષ્ય અનપવર્તનીય કહેવાય. દેવ, નારક, યુગલિક ચરમ શરીર ને ઉત્તમ શરીરી એ પાંચનું આયુષ્ય અનાવર્તનીય વા નિરૂપક્રમી હોય છે, ને શેષ મનુષ્ય તિર્ધાનું આયુષ્ય અપવર્તનીય ને અનપવર્તનીય એમ બન્ને પ્રકારનું હોય છે.
પ્રશ્ન-આયુષ્ય જે રીતે બાંધ્યું હોય તે રીતે ઉદયમાં આવવું જ જોઈએ તે કોઈનું ઘટી શકે ને કેાઈનું આયુષ્ય ન ઘટી શકે એમ બનવાનું કારણ શું?
उत्तर-जमिहगाढनिकायणबद्धं सिढिल च तंजहाजोगं । ઈત્યાદિ વચનાનુસારે પૂર્વ ભવમાં જે વખતે આયુષ્ય બાંધ્યું તેજ વખતે તથા પ્રકારના યોગ અને પરિણામને અનુસારે ગાઢ નિકાચન બંધથી (અતિ દઢ બંધથી) અથવા શિથિલ બંધથી [ઢીલા બંધથી બાંધ્યું છે, તે કારણથી આ ભવમાં ઉદય વખતે પણ દઢ ઉદયમાં આવવાથી અધ્યવસાયાદિ ૭ ઉપક્રમે લાગતા નથી, અર્થાત એ છે ઉપક્રમોથી આયુષ્ય ઘટતું નથી. ને જે પ્રથમથી જ શિથિલ બંધથી બાંધ્યું છે તે ઉદય આવતી વખતે શિથિલ ઉદય આવવાથી એ સાતે ઉપક્રમો આયુષ્યને અસર કરી શકે છે. અર્થાત ઉપક્રમોથી આયુષ્ય