________________
શ્રાવકની દિનચર્યા
૩૧૫
એ પણ અશુભ કર્મ સંબંધિ ક્ષણ લાભ દીપના જાણવી. વળી એ વાત તે કેવળ ૧ સાગરોપમના હિસાબે થઈ, પરંતુ જે ઘણા સાગરોપમનું એટલે ૩૩-૩૩ સાગરેપમ જેટલું સુખ વા દુઃખ ઉપાર્જન કર્યું હોય તે ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસના હિસાબે તેત્રીસ ગુણ કાળ સુધીનું સુખ દુઃખ ઉપાર્જન કર્યું ગણાય. તેને હિસાબ આ પ્રમાણે-૩૬૦૦૦ દિવસ વડે સાગરોપમનાં ૧૦ કડા કેડી પલ્યોપમ ને ભાંગતાં ૩૬૦૦૦)૧૦.૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦(૨૭૭૭૭૭૭૭૭૭૭
૯૯૭ર૦૦૦
૨૮૦૦૦ એક દિવસમાં ૨૭ અબજ ૭૭ ક્રોડ ૭૭ લાખ ૭૭ હજાર સાતસે સિત્તોતેર એટલા પાપનું સુખ દુઃખ ઉપાર્જન કરે. (૧ સાગરોપમની અપેક્ષાએ)
પુનઃ એ ગણત્રી આયુષ્ય કર્મના હિસાબે કરી છે, પરંતુ જે દેવગતિ ને નરકગતિ નામકર્મના હિસાબે કરીએ તે દેવગતિને બંધ ૧૦ કેડાછેડી સાગરોપમને છે, ને નરકગતિને બંધ ૨૦ કેડા કેડી સાગરોપમ છે, તે એથી પણ ઘણા લાખ ક્રોડ પાપનું સુખ દુઃખ ઉપાર્જન કર્યું ગણાય. માટે હે જીવ! એક દિવસ જેટલા અલ્પ બંધકાળમાં હજારે ક્રોડ વ લાખ ક્રોડ પલ્યોપમનું સુખ દુઃખ ઉપાજન થાય છે, માટે તું એવા અલ્પ કાળ પણ પાપ પુણ્ય કરીશ તે ઘણા કાળનું દુઃખ સુખ ઉપાર્જન કરીશ, માટે દુખ અનિષ્ટ હોવાથી દુઃખને ઉપાર્જન કર્યું ઉચિત નથી.