________________
૩૦૨
શ્રાવકધર્મવિધાન મેહશંછા–તથા સ્ત્રી પ્રત્યેના મેહની જુગુપ્સાતિરસ્કાર કરે, એટલે સ્ત્રી પરિભેગમાં હેતુરૂપ પુરૂષદ વિગેરે મોહનીય કર્મની નિન્દા કરવી. જેમકે સ્ત્રીનું અંગ અત્યંત લજા આવે એવું છે, તેથી ખુલ્લું ન રાખતાં નિરન્તર ઢાંકી ઢાંકીને રાખવું પડે છે, માટે નજરે દેખવા એગ્ય નથી, બિભત્સ છે, ને અત્યંત દુર્ગધવાળું છે, એવા તિરસ્કાર પાત્ર સ્ત્રીના શરીરને કામીજન રૂપ કરમીયા–કીડા પરિભેગને માટે કેવી રીતે ઈચછે છે? અથવા કામીજન રૂપ કરમીયાઓનું મન એમાં કંઈ પણ દુભાતું નથી તે ખરેખર ભવની દશાજ એવી અધમ છે | ઇતિ મેહદુગછા છે
સ્વતચિન્તા–પિતાનું વીર્ય અને માતાનું રૂધિર એ બે મલિન પદાર્થોમાં સ્ત્રીનું શરીર ઉત્પન્ન થયેલું તથા નવ છીદ્રોવાળું, મેલવડે ઉત્કટ અને હાડકાંની શૃંખલાસાંકળ (વા હાડકાંના માળા) રૂપ એવું સ્ત્રીનું શરીર છે એ પ્રમાણે સ્ત્રીઓના શરીરની અશુચિ ભાવના ભાવવી.
શીલવ્રતધારીનું બહુમાન–અબ્રહ્મચર્ય થી સર્વથા નિવૃત્ત થયેલા શ્રીસ્થલિભદ્ર સરખા મુનિ મહાત્માઓનું તથા વિજયશેઠ સરખા શીલવતી શ્રાવકનું અને વિજયા શેઠાણી ઈત્યાદિ શીલવ્રતધારી શ્રાવિકાઓનાં ચરિત્ર વિચારી તેઓ પ્રત્યે અત્યંત બહુમાન (અન્તરંગ પ્રીતિ) કરવું. જેમકે
૧. મુખ ૧, નાસિકા ૨, ચક્ષુ ૨, સ્તન ૨, ગુદા ૧, નિ ર, કાન ૨, એ પ્રમાણે સ્ત્રીના શરીરનાં ૧ર છિદ્ર છે, પરંતુ અહિં કેઈ અપેક્ષાએ ૯ કહ્યાં છે, નવ છિદ્ર પુરૂષના શરીરને હોય છે તે ૨ એનિને બદલે ૧ પુરૂઝ ચિન્હ ગણવું ને ૨ સ્તન ન ગણવા. એ ૧૨ ને ૯ છિદ્રોમાંથી સદા દુર્ગધ વહ્યા કરે છે.