________________
સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા
૨૬૫ નથી. તે માટે અતિચારેને વર્જવાના કહ્યા છે, પરંતુ પ્રત્યા
પેય (પ્રત્યાખ્યાન કરવા ગ્ય) નથી કહ્યા. જે અતિચારો પણ પ્રત્યાખ્યાન યોગ્ય હોય તો ૧૨ શ્રાવક વ્રતોની માફક એ પણ વ્રતે થવાથી વ્રતની સંખ્યા બારને બદલે (૧+૭૫) ૮૭ થાય, અને એવી વ્રત સંખ્યા તે કયાંય પણ કહી નથી. વળી કેટલાક આચાર્યો તે પ્રતિબંધક કષાયના ઉદયનેજ અતિચારનું કારણ માને છે. જેથી તેઓના અભિપ્રાય પ્રમાણે કષાયને ઉદય વિચિત્ર હોય છે તેથી પ્રતિબંધક કષાય દેશ વિરાધનાનું કારણ ને સર્વ વિરાધનાનું પણ કારણ છે. માટે સમ્યકત્વની સર્વ વિરાધના (અભાવ) પણ અનંતાનુબંધીના ઉદયથી છે ને શંકા કાંક્ષા આદિ અતિચારે રૂપ દેશવિરાધના પણ અનંતાનુબંધિના ઉદયથી છે. તેમજ દેશ વિરતિની સર્વ વિરાધના (અભાવ) પણ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી છે ને વધ બંધાદિ અતિચાર રૂપ દેશ વિરાધના પણ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી છે.
આ અન્ય આચાર્યોના અભિપ્રાયમાં પ્રતિબંધક કષાયને મદદય વ્રતની ઉત્પત્તિ કરનાર છે ને તે સાથે દેશભંગ રૂપ અતિચારજનક છે, અને તીવ્ર ઉદય વ્રતને ખંડિત કરી મૂળથી નાશ કરનાર છે એ ભાવાર્થ છે. ૩૩ છે સમ્યકત્વ અને વ્રતના ઉપાય વિગેરે છે
અવતરણ એ પ્રમાણે પ્રથમ તે અહિં સમ્યક્ત્વનું સ્વરૂપ, વ્રતનું સ્વરૂપ, અને વ્રતના અતિચારેનું સ્વરૂપ કહ્યું. વળી અહિં જે સમ્યક્ત્વ સ્વરૂપ કહ્યું તે ચાલુ અધિ