________________
શ્રાવકની દિનચર્યા
૨૯૭
સ્મરણ કરી નવકારના ધ્યાનપૂર્વક નિદ્રા લેવી) અથવા પ્રભુના ધર્માચાર્યના અને બીજા પણ મહા શીલવંત પુરૂષોનાં ચરિત્રનું મનમાં સ્મરણ કરતાં સૂઈ રહેવું.
અવતરણ–વિધિપૂર્વક નિદ્રા કરવી એમ પૂર્વ ગાથામાં કહ્યું તેથી અહિં નિદ્રાને વિધિ દર્શાવે છે –
अब्बंभे पुण विरई, मोहदुगंछा सतत्तचिन्ता य । इत्थीकलेवराणं, तविरएसुं च बहुमाणो ॥४६॥
ગાથાર્થ વળી અબ્રહ્મચર્યની વિરતિ, મોહનીયની દુર્ગછા, સ્વતત્વની ચિન્તા, ને સ્ત્રીના શરીરને વિચાર અને તે સ્ત્રી કલેવરના ત્યાગી શીલવંતેમાં બહુમાન કરવું, એ વિધિપૂર્વક શ્રાવક નિદ્રા કરે. જે ૪૬
ભાવાર્થ—અબ્રહ્મવિરતિ-સ્ત્રી પરિભેગરૂ૫ અબ્રાચર્યને ત્યાગ કરો. તેની ભાવના આ પ્રમાણે–શ્રીદેવ ગુરૂનું સ્મરણ તથા શીલવંત મહાપુરૂષોનાં ચરિત્ર સંભારવાથી સ્ત્રીપરિભોગની વાસના મન્દ થાય છે, માટે એ રીતે અબ્રહ્મચર્યની વિરતિ કરવી. . ઈતિ અબ્રહ્મવિરતિ છે ,
मब्रह्मणि पुनर्विरतिः मोहजुगुप्सा स्वतत्वचिन्ता च । स्नीकलेवराणां तद्विरतेषु च बहुमानः ॥४६॥
૧ અબ્રહ્મમાં મુખ્યત્વે સ્ત્રી સંબંધિ ત્યાગ ભાવના શ્રી પંચ વસ્તુમાં આ પ્રમાણે કહી છે
તે પંચ વસ્તુમાંથી ઉદ્ભત સ્ત્રી ત્યાગની ભાવના છે
સ્ત્રી પરિવજન સંબંધિ ભાવના પંચ વસ્તુમાં મુનિ મહારાજો ભાવવાની કહી છે તે ભાવના શ્રાવકને પણ ઉપયોગી હેવાથી કહેવાય છે તે આ પ્રમાણે–