________________
૨૮૬
શ્રાવકધર્મ વિધાન: - ૭ ગુરૂદનને પ્રત્યાખ્યાન દેરાસરમાં દેવવંદન કર્યા બાદ ઉપાશ્રયે આવી ગુરૂ મહારાજનાં દર્શન કરી ગુરૂ પાસે પ્રત્યાખ્યાને ગ્રહણ કરે. પ્રથમ ઘેર જે પ્રત્યાખ્યાન કર્યું છે તે આત્મસાક્ષીએ પોતે પાઠોચ્ચાર પૂર્વક કરેલ હોય તેજ અથવા પરિણામ વિશેષ થાય છે તેથી અધિક પ્રત્યાખ્યાન ગુરૂની સમક્ષ ગુરૂએ ઉચ્ચરેલા પાઠથી ગ્રહણ કરે. (આત્મસાક્ષીથી ગુરૂસાક્ષીવાળા નિયમ અધિક દઢ થાય છે.)
૮ ૧ આગમ શ્રવણુ–ગુરૂ પાસેથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરીને તેમની પાસેથી આગમ શ્રવણ કરે કે જેથી શ્રાવક સંબંધિ ધર્માનુષ્ઠાનેને વિશેષ ધ થાય. - ૯ સુખશાતા પૃચ્છા–આગમ શ્રવણ કરીને ઉઠતી વખતે ગુરૂ મહારાજને શરીર સંબંધિ સુખાકારી પૂછે, અને સંયમ રૂપ યાત્રાને સુખે નિર્વાહ થાય છે કે નહિ તે પૂછે, આ રીતે શાતા પૂછવાથી ગુરૂને વિનય કર્યો ગણાય.
૧ આ આગમ શ્રવણ તે પ્રયાખ્યાનાદિ સંબંધિ ગુરૂને ઉપદેશશ્રવણ, પરંતુ વ્યાખ્યાન નહિ..
२ इच्छकार सुहराई सुखतप शरीरनिगबाध त्यादि पाई રૂપ શાતા પૃચ્છા જાણવી. પરંતુ એ પાઠ યુક્ત વંદન કર્યા બાદ પુનઃ સ્વભાવમાં સુખશાતા પૂછવા રૂપ જરૂરી વસ્તુની વિશેષ પૃચ્છા કરીને ત્યાર બાદ ઉચિત કરણ રૂપ ઔષધાદિની એગ્ય વ્યવસ્થા કરવી. ગોચરી પધારવાનું નિમંત્રણ પણ છે કે ઇચ્છકાર ના પાઠમાં આવી જાય. છે તે પણ સ્વભાષામાં પુનઃ નિમંત્રણા કરવી એ ઉચિત વિધિ છે.