________________
૨૯૪
શ્રાવકધર્મવિધાન
પ્રશ્ન:--શ્રાવકને જેમ સમ્યક્ત્વ અને બાર વ્રત અંગીકાર કરવાનાં કાાં છે તેમ પ્રતિક્રમણ કરવાની વિધિ કહ્યો નથી, માટે શ્રાવકે પ્રતિક્રમણ કરવું યુક્ત નથી, કારણ કે ઉપાસક દશાંગસૂત્ર વિગેરેમાં કહ્યું નથી, તેમજ શ્રાવકપ્રજ્ઞપ્તિ આદિકમાં પણ કહ્યું નથી, તેમજ આ ગ્રન્થકર્તાએ પણ શ્રાવકના પ્રભાતવિધિમાં પણ ચિઇવંદણમાં પચ્ચકખાણું ચ વિહિપુવૅ એ ૪૨ મી ગાથાના વાકયમાં ચૈત્યવંદન ને પ્રયાસ્થાને માત્ર કહ્યું છે, પરંતુ પ્રભાતમાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી, તે અહિં સાંજરે પ્રતિક્રમણ કરવાને વિધિ કઈ રીતે કહે છે?
ઉત્તર–જે કે ઉપાસક દશાંગ આદિકમાં નથી કહ્યું તે પણ શ્રીઅનુગદ્વારમાં કહ્યું છે તે આ પ્રમાણે– ...जं इमं समणे वा समणी चा सापए वा साविया वा तचित्ते तम्मणे जाव उमओ काल छव्यिहं आवस्सयं करेंति से तं लोउत्तरिथं मावावस्सयं ॥
(જે કારણથી શ્રમણ વા શ્રમણી વા શ્રાવક વા શ્રાવિકા તચિત્તને તન્મન યાવત્ થઈને બન્ને વખત જે છ પ્રકારનું આવશ્યક કરે તે સાધુ આદિકનું આવશ્યક લકત્તર ભાવાવશ્યક કહેવાય.) એ પાઠ ઉપરથી શ્રાવકને પણ પ્રભાતે ને સંધ્યાએ બે વખત પ્રતિક્રમણ કરવા વિધિ કહેલ છે.
यदिमं श्रमणो वा श्रमणी वा श्रावको वा श्राविका वा तचित्त तन्मनाः यावद् उभयं कालं षड्विधमावश्यकं कुर्वन्ति સિહ રજુ રોજ માવાવાયેલીમ્ |