________________
२६८
શ્રાવકધર્મવિધાન મિથ્યાત્વને ત્યાગ અથવા સમ્યકત્વનું ગ્રહણ મન વચન કાયાથી મિથ્યાત્વ કરું નહિ કરાવું નહિ ને કરવાને અનુમેહું નહિ એમ ૯ પ્રકારે થાય છે તે આ પ્રમાણે -
૧ મિથ્યાત્વનું આચરણ મનથી ચિતવું નહિ.
૨ મનથી ચિંતવાવું નહિ. (હું એવી પ્રવૃત્તિ ન કરે કે જેથી મારા નિમિતે બીજા જ મિથ્યાત્વ આચરવાને વિચાર કરે– એ ફળિતાથૈ.)
મિથ્યા આચરણ કેઈ બીજે પુરુષ મનથી ચિંતવે તે હું તેમાં અનુમત ન થાઉં.
૪ મિથ્યાત્વ વચન ઉચ્ચકું નહિ.
૫ મિથ્યાત્વ વચન ઉચ્ચરાવું નહિ. બીજાને બોલવાનું વા મિથ્યાત્વ ક્રિયાઓ કરવાનું કહું નહિં).
૬ મિથ્યાત્વનાં વચનો બીજે કઈ બોલતો હેય તે તે સારું છે એમ જાણું નહિ.
૭ મિથ્યાત્વ ક્રિયાઓ કરૂં નહિ. ૮ મિથ્યાત્વ ક્રિયાઓ બીજા પાસે કરાવું નહિ.
૯ મિથ્યાત્વ કિયાઓ બીજે કઈ કરતે હોય તે તે પ્રવૃત્તિને સારી જાણું નહિ. દેશવિરતિ સંબંધિ શ્રાવક્તા બતે અનુમતિ સિવાય ગ્રહણ કરાય છે તે આ પ્રમાણે–
૧ ત્રસની હિંસા ૧ મનથી કરૂં નહિ, ૨ વચનથી કરૂં નહિ, ૩ કાયાથી કરૂં નહિ, ૪ મનથી કરાવું નહિ, ૫ વચનથી કરાવું નહિ, ૬ કાયાથી કરાવું નહિ. એ ૬ કેટિ.