________________
૨૭૦
શ્રાવકધર્મવિધાન
પ્રયત્ન, અને શુદ્ધ જળ વાપરવું, કાષ્ટ છાણાં ઈત્યાદિ જોઈ ખંખેરી ઉપયોગમાં લેવાં એ તે વસ્તુઓના ભેગ પરિ ભગ ત્રસ જેની રક્ષાને અર્થે વિધિપૂર્વક કરવા. એ. દેશવ્રતનો પ્રયત્ન છે.
| | ઇતિ પ્રયત્નવિધિ છે પ ને સમ્યકત્તવ અને દેશવિરતિને વિષય છે
જીવ અજીવ આદિ નવ ત પ્રત્યે શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે, માટે સમ્યકત્વનો વિષય જીવાજીવાદિ તત્ત્વ છે, અને સ્કૂલ સંકલ્પથી નિરપરાધીને નિરપેક્ષ પ્રાણિવધ ન કરે ઈત્યાદિ રૂપ દેશવિરતિ હોવાથી દેશવિરતિનો વિષય જીવ ઈત્યાદિ છે. ઈતિ વિષય.
એ પ્રમાણે ઉપાય, ગ્રહણ, રક્ષણ, પ્રયત્ન ને વિષય એ પાંચ બાબતો વિશેષથી કહી નથી તે પણ કુંભારચકને ભમાવનાર દંડની પેઠે ગ્રહણ કરવી, અર્થાત જેમ કુંભારના ચકના એક દેશભાગમાં દંડ નાખીને દંડ વડે ચકનો તે એક જ દેશભાગ ભમાવતાં ચક્રના સર્વે દેશભાગે ભમવા માંડે છે, તેમ અહિં સમ્યકત્વ અને શ્રાવક તે સંબંધ વત અને વ્રતના અતિચાર રૂપ એક દેશની પ્રરૂપણા કરવાથી સમ્યકત્વના અને તેના શેષ ઉપાય આદિ દેશની પ્રરૂ
૧ પહેલા અણુવ્રતને વિષય ત્રસ જીવ, બીજા અણુવ્રતને વિષય જીવ ને અજીવ, ત્રીજા અણુવ્રતને વિષય ગ્રહણ ધારણ યોગ્ય પદાર્થો, ચોથા અણુવ્રતને વિશ્વ પરસ્ત્રી (તથા પર પુરૂષ) પાંચમા અણુવ્રતને વિષય ધન ધાન્યાદિ નવ પ્રકારને પરિગ્રહ. ઈત્યાદિ રીતે વ્રતના વિશે વિચારવા.