________________
૨૮૨
શ્રાવકધર્મ વિધાનઃ
એ પ્રમાણે સાધર્મિક વસતા હોય એવા ગામમાં રહેવાથી સાધર્મિક ભકિતને લાભ મળે છે, ને તેથી પિતાનું સમ્ય કુત્વ અને તે અધિક દીપે છે માટે સાધર્મિક વાળા ગામમાં રહેવું. છે શ્રાવકનું પ્રભાત કાર્ય ( શ્રાવકની દિનચર્યા)
અવતરણ-હવે શ્રાવકે પ્રભાતથી પ્રારંભીને સંધ્યાકાળ સુધીમાં શું શું કરવું તે વિષયવાળી શ્રાવકની દિનચર્યા કહેવાને પ્રસંગ છે, ત્યાં પ્રથમ શ્રાવકે પ્રભાતે ઉઠીને શું કરવું તે સંબંધિ શ્રાવકની પ્રભાત ચર્યા કહેવાય છે –
णवकारेण विबोहो, अणुसरणं सावओ वयाइं मे । जोगो चिइवंदणमो, पच्चक्खाणं च विहिपुव्वं ॥४२॥ ગાથાર્થ-શ્રાવક પરોઢમાં જાગતાં જ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરે. પછી હું શ્રાવક છું અને મારે અમુક અમુક પ્રકારના વ્રત નિયમ છે તે સંભારે. પછી દેહચિંતા આદિ કાય બાધા ટાળવાના વ્યાપારમાં પ્રવર્તે, પછી ચૈત્યવંદન કરે. વિધિ પૂર્વક પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. એ પ્રમાણે પ્રથમ પ્રભાતિક કાર્ય કરવાં. ૪૨
ભાવાર્થ-૧ નમસ્કાર સ્મરણ-જાગ્રત થતાં સાથે પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા રૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું. અહિં કેટલાક આચાર્ય કહે છે કે (વા એ પદથી) વિશેષતા રહિત કઈ પણ પ્રભુના નમસ્કારને પાઠ કરે. અને કેટલાક કહે છે કે-શધ્યામાં રહેલા શ્રાવકે
नमस्कारेण विबोधः, अनुस्मरणं श्रावको व्रतानि मे । योगश्चैत्यवंदनं प्रत्याख्यानं च विधिपूर्वम् ॥४२॥