________________
૨૭૪
શ્રાવકધર્મ વિધાન અને વ્રતનાં શુભ ફળ તથા મિથ્યાત્વને હિંસાદિકનાં અશુભ ફળ જેના આ લેકમાં અને પરલોકમાં સારા અને માઠા વિપાક ભેગવવા પડે છે તે રૂપ બન્નેના પરિણામને વિચાર કરે કે જેથી સમ્યકત્વાદિ પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય અને કદી પતિત થાય નહિ. . ૩૬
અવતરણ–પૂર્વ ગાથામાં રહેલે અપૂર્ણ સંબંધ આ ગાથામાં પૂર્ણ કરાય છે– तित्थंकरमत्तीए, सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए, य एत्थ सया होइ जइयव्वं ॥३७॥
ગાથાર્થ–(પૂર્વ ગાથામાં કહેલા ઉપાયે ઉપરાન્ત) શ્રી તીર્થકર ભગવંતની ભક્તિ વડે, ઉત્તમ સાધુ જનની
तीर्थकरभक्त्या सुसाधुजनपर्युपासनया च। उत्तरगुणश्रद्धया चात्र सदा भवति यतितव्यम् ॥३७॥
૧ શ્રી તીર્થકર ભગવંતની ભક્તિથી તીર્થકર તુલ્ય ગુણ પ્રાપ્ત કરવાને સંસ્કાર પડે છે, જે કે પ્રાપ્ત થયેલ ગુણ પ્રાયઃ માગોનુસારી હોય અથવા સમ્યકત્વ હોય અથવા શ્રાવક વ્રત હોય. તે પણ એ પ્રાપ્ત થએલા અ૮૫ ગુણેમાં અધિક ગુણ પ્રાપ્ત કરવાનો અભિલાષ જે વર્તતે હેય તે જ સાર્થક છે, તે કારણથી તિર્થંકરભક્તીએ કહ્યા બાદ સાધુની સેવા રૂપ ઉપાય કહ્યો છે કે જે સેવાસાધુપણાની રૂચિ ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે એ સર્વ ઉપાયો અધિક ગુણ મેળવવાની રૂચિથી જ મેળવાય છે. જેથી માર્ગાનુસારીએ સમ્યકત્વગુણને અભિલાષ રાખ. સમ્યકત્વ ગુણવાળાએ શ્રાવક તેને ને શ્રાવકત્રતવાળાએ સાધુત્રને અભિલાષ રાખે.