________________
સમ્યકત્વ અને ખાર વ્રતની સમીક્ષા
૨૬૩
અહિંસાદિકના પ્રત્યાખ્યાનની જેમ અહિંસાદિકના અતિચારાનું પણ પ્રત્યાખ્યાન કેમ નહિ ?
અવતરણ—એ પ્રમાણે સ્થૂલ અહિંસાદિક ૫ અણુવ્રત, દિગ્પરિમાણુાદિ ૩ ગુણવ્રત અને સામાયિકાદિ ૪ શિક્ષાવ્રત મળી શ્રાવકના ૧૨ વ્રતનું અને તે દરેકના ૫-૫-૫-૫ ૫-૫-૨૦-૫-૫-૫-૫-૫ મળી ૧ ૭૫ અતિચારનું સ્વરૂપ કહીને હવે અહિંસા વિગેરેનું જેમ પ્રત્યાખ્યાન હોય છે તેમ એમાં સંભવતા અતિચારાનું પણ પ્રત્યાખ્યન કેમ ન હોય ? દરેક સ્થાને એ અતિચારાને ‘વજ્ર વા' એટલું જ માત્ર કેમ કહ્યું ? એ આશકાના સમાધાન તરીકે આ ગાથા કહેવાય છે
एत्थं पुण अइयारा, णो परिसुद्धे होंति सव्वे | अखंडविरइभावा, वज्जइ सव्दत्थ तो भणियं ||३३ ॥
ગાથા—વળી અહિં અખંડ વિરતિના ભાવથીપરિણામથી સર્વ વ્રતો વિશુદ્ધ વતતાં હોય તો એ કહેલા અતિચારા ઉપજતા નથી તે કારણથી સત્ર (સવાઁ તેામાં) અતિચારાને વવા એટલુંજ માત્ર કહ્યુ છે. (પરંતુ વ્રતાની
૧ લેખના આદિ બીજા ઉપવ્રતાદિકના અતિચાર સહિત સર્વ શ્રાવક વ્રતાના ૧૨૪ અતિચાર છે, પરન્તુ ૧૨ વ્રતના ૭૫ જ છે. તેમાં સમ્યકત્ત્વના ૫, પંચાચારના ૩૯ ને સલેખનાના ૫ એ ૪૯ સહિત ૧૨૪ અતિચાર છે.
अत्र पुनरतिचारा नो परिशुध्धेषु भवन्ति सर्वेषु । अखण्डविरतिभावाद्, वर्जयति सर्वत्रातो भणितम् ॥ ३३ ॥