________________
પૌષધે પવાસ વ્રત.
૨૪૭ પ દેશથી બ્રહ્મચર્ય પિષધ–દિવસેજ બ્રહ્મચર્ય પાળવાને નિયમ કરે, અથવા કેવળ રાત્રે જ બ્રહ્મચર્યને નિયમ કરે, અથવા એકજ વાર અથવા બે જ વાર બ્રહ્મને ત્યાગ કરે તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ.
૬ સર્વથી બ્રહ્મચર્ય પધ–અહેરાત્ર પર્યન્ત સર્વથા બ્રહ્મચર્ય પાળવું તે.
૭ દેશથી અવ્યાપાર પૈષધ–ખેતીકર્મ, વાહનકર્મ, ગ્રહકર્મ ઈત્યાદિ (અર્થાત્ દુકાન વિગેરેના) અનેક વ્યાપારમાંથી કોઈ પણ એક બે આદિ વ્યાપારને ત્યાગ કરે તે. (અહિં સર્વ સાવદ્ય વ્યાપારને ત્યાગ તે પૌષધ છે, પરંતુ દેરાસર ઉપાશ્રય વિગેરે ધર્મ સંબંધિ કાર્યો તે વ્યાપાર તરીકે અહિં ન ગણવા.)
૮ સર્વથી અવ્યાપાર વિધ–સર્વ પ્રકારના વ્યાપારનો ત્યાગ કરે તે. (અહિં દેરાસર સંબંધિ દ્રવ્ય પૂજા રૂપ વ્યાપારને પણ ત્યાગ થાય છે.)
એ આઠે પ્રકારના પૌષધમાં પહેલા ? પૌષધ સામાયિક સહિત નથી, સાતમે દેશ અવ્યાપાર પૌષધ સામાયિક સહિત પણ હેય ને રહિત પણ હોય, અને આઠમ સર્વ અવ્યાપાર પૈષધ નિયમા સામાયિક સહિત થાય છે. એમાં જે સામાયિક ન કરે તે આઠમા પસહના ફળથી વંચિત થાય છે, અથવા સામાયિકના ફળથી પણ વંચિત થાય છે, (કારણ કે કંઈ પણ પ્રવૃત્તિ કરવાની જ નથી તે સામાયિક કરવામાં હરકત શું? સામાયિક કરવાથી એક વ્રતમાં