________________
પૌષધપવાસ વ્રત.
૨૫૧ સ્થાને મૂકીને પાથરવાને હેય છે, તેમાં દૃષ્ટિથી સમ્યફ પ્રકારે ઉપયોગ પૂર્વક જેવું તે પ્રતિલેખના-પડિલેહણા કહેવાય, અને વસ્ત્રાદિકને ચરવળાથી પૂજવું તે પ્રમાજના કહેવાય, દષ્ટિમાં ન આવેલ જંતુ પણ પ્રમાર્જનાથી દૂર થાય છે. માટે જંતુરક્ષણાર્થે પડિલેહણને પ્રાર્થના એ બન્ને કિયા ઉપયોગી છે. પૈષધવતી શ્રાવકે એ પ્રમાણે શાસંથારાનું પડિલેહણ ને પ્રમાર્જન કરીને તેમજ એ રીતે પાથરીને કાયબાધા ટાળવા જવું પડયું હોય તે આવીને પુનઃ પડિલેહણ કરવું જોઈએ. શય્યાસંથારો પાથરે જોઈએ, પરંતુ તેમ ન પાથરે અને પડિલેહણ ન કરે અર્થાત્ પ્રતિલેખના કર્યા વિના (દષ્ટિથી બરાબર જોયા વિના) પાથરે વ શયન કરે તે અપ્રતિલેખિત, અને કદાચ જુએ તો ઉપગશૂન્યતાએ અનાદરથી જેમ તેમ જોઈને પાથરે તો દુષ્પતિલેખિત કહેવાય. જેથી એ પ્રમાણે જોયા વિના અને જુએ તો જેમ તેમ જોઈને શય્યા વા સંથારે પાથરે તે અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શપ્યાસંસ્તારકનામને પહેલો
અતિચાર ગણાય. વળી આ અતિચાર કેવળ શા સંથારાને અંગે જ છે એમ નહિ પરંતુ બાજોઠી પાટલો ઈત્યાદિકને અંગે પણ એ જાણ. ૨ અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શસસ્તારક
અતિચાર.
ઉપર કહ્યા પ્રમાણે શય્યા સંસ્મારકને રજોહરણાદિકથી પ્રમાર્જ જોઈએ, અને ન પ્રમાજે તે અતિચાર ગણાય.