________________
૨પર
શ્રાવક ધર્મવિધાન
પુનઃ પૌષધમાં ઉપયોગી બાજોઠ પાટલા આદિકને પણ રહરણાદિક વડે ન પ્રમાજે તે અતિચાર છે. (માટે કઈ પણ પૌષધાપગી વસ્તુ પ્રમાર્યા વિના ઉપગમાં લેવી
નહિ.)
પ્રશ્ન–પૌષધવ્રતી શ્રાવક રજોહરણ રાખે?
ઉત્તર–હા રાખે. સામાયિકની સમાચાર પ્રસંગે શ્રી આવશ્યક ચૂણિમાં કહ્યું છે કે –“રજોહરણ વડે પ્રમાજના કરે, કારણ કે સાધુનું ઔપગુહિક રજોહરણ હોય તે માગે, અને જે ઔપગૃહિક રજોહરણ ન હોય તે વસ્ત્રના છેડાથી પણ પ્રમાર્જના કરે.” માટે પૌષધવતી શ્રાવકે પણ જેહરણ રાખવું જોઈએ. ૩ અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ
ભૂમિ અતિચાર. પિષધવતી શ્રાવકે વડીનીતિ કરવાનું સ્થાન તે ઉચ્ચાર ભૂમિ, ને લઘુનીતિ કરવાનું સ્થાન તે પ્રશ્રવણભૂમિ. એ બને ભૂમિને દૃષ્ટિથી જેવી, અને જંતુ હાય તે યતના પૂર્વક દૂર કરવા, જેથી એવી પ્રતિલેખિત ભૂમિમાં ઉચ્ચાર પ્રશ્રવણ કરવા જોઈએ, પરંતુ તેમ ન કરે અને કદાચ જુએ તે જેમ તેમ અનાદરથી જુએ તે અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ નામને ત્રીજો અતિચાર છે. (અહિં પ્રશ્રવણ માત્રુ પેસાબ એકાWવાચક છે. તથા ભૂમિના ઉપલક્ષણથી માત્રાની કુંડી પણ જેવી.)