________________
અતિથિસંવિભાગ ત્રત
૨૫૭ ઉત્તર–જે દેશમાં જે આહારાદિ ઉચિત હોય તે દેશ ઉચિત, અને દાન દેવાને અવસરે દાન દેવું તે કાલ ઉચિત છે, પરંતુ અનુચિત વસ્તુનું અને રાત્રિકાલાદિ અનવસરે દાન દેવું ઉચિત નથી. માટે એ પ્રમાણે ક્ષેત્ર અને કાળ અકાળનો વિચાર કરીને દાન દેવું ઉચિત છે.
અતિથિસંવિભાગને વિશેષ વિધિ.
પૌષધોપવાસના પારણાને દિવસે મુનિ મહારાજને દાન દઈને જ પારણું કરવું. અને જે અતિથિસંવિભાગ વ્રત ન સ્વીકાર્યું હોય તે પૌષધનું પારણું પારીને અથવા પાર્યા વિના પણ મુનિ મહારાજને દાન આપે. ત્યાં પ્રથમ સાધુને દાન આપ્યા બાદ પસહનું પારણું કરવાને વિધિ
જે દેશ કાલ તેવા પ્રકાર હોય તો તે ઉત્તમ વસ્ત્ર આભૂષણ આદિ પહેરીને ઉપાસરે જઈ મુનિ મહારાજને નિમંત્રણ કરે કે “આપ ભિક્ષા ગ્રહણ કરવા પધારો તે વખતે એક સાધુ પહલા તૈયાર કરે, બીજા સાધુ મુહપત્તિનું પડિલેહણ કરે અને ત્રીજા સાધુ પાત્રની પડિલેહણ પ્રમા જેના કરે. ગૃહસ્થને પારણાનો બહુ વિલંબ થતાં અન્તરાય દેષ અને મુનિ મહારાજ ન આવે ત્યાં સુધી આહાર સાચવી રાખવા રૂપ સ્થાપના દેષ ન ઉપજે તે કારણથી મુનિરાજ તરત તૈયારી કરે. તેમાં પણ ગૃહસ્થ જે પહેલી પરિસીમાં નિમંત્રણ કરે અને તે વખતે નમુકકારસહિયંના પ્રત્યાખ્યાનવાળે કોઈ મુનિ હોય તો સાધુએ વહેરવા જવું, અને જે નમુકકારસહિયના પચ્ચખાણવાળા કોઈ મુનિ ન હોય તે
૧૧