________________
૨૫૬
શ્રાવકધમ વિધાન તિથિની અપેક્ષા વિના દરરોજ ધર્મ ક્રિયાવાળા, પર્વની અપેક્ષા વિના દરજ પર્વતુલ્ય ધર્માનુષ્ઠાન કરવાવાળા, અને અમુક તિથિએ દ્રવ્ય ઉત્સવની અપેક્ષા વિના દરરેજ ભાવમહત્સવવાળા અર્થાત્ ઉપશાન્તાદિ સણથી દરરોજ અત્યંત આનંદવાળા) એવા મુનિ મહાત્માઓ તે અતિથિ જાણવા, અને પિતાને માટે કરેલા આહારાદિકમાંથી તેમને સમ્યગ વિધિએ કંઇક ભાગ આપે તે સંવિભાગ કહેવાય, જેથી અતિથિ સંવિભાગ એટલે મુનિ મહારાજને શુદ્ધ અને કલ્પનીય આહાર વિગેરેનું દાન આપવું અને તે પણ દેશકાલને અનુસરીને ઉચિત દાન આપવું.
પ્રશ્ન–શુદ્ધ આહારાદિ કેને કહેવા?
ઉત્તર–બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય ને શુદ્ધ, તેઓએ પિતપિતાની જાતિને એગ્ય આજીવિકા કરીને મેળવેલ આહારાદિ તે શુદ્ધ, પરંતુ બ્રાહ્મણ હેઈને ખેતીને બંધ કરીને અને વૈશ્ય હેઈને ચામડાને બંધ કરીને ઈત્યાદિ જાતિ વિરૂદ્ધ ધંધાથી નહિ મેળવેલું તે શુદ્ધ, અને તે પણ કપટ પ્રપંચ ને દગલબાજીઓ રમીને મેળવેલું નહિ તે શુદ્ધ.
પ્રક્ષા–કલ્પનીય આહારાદિ કોને કહેવા?
ઉત્તર–મુનિ મહારાજને આહાર ગ્રહણ કરવામાં જે ઉદ્દમાદિ કર દેષ દેખવા પડે છે, તે દેશોથી રહિત હોય તે કલ્પનીય આહારાદિ કહેવાય.
પ્રશ્ન:–દેશકાલયુક્ત આહારાદિ કોને કહેવાય?