________________
૨૫૩
પૌષધોપવાસ વ્રત, ૪ અપ્રમાજિત પ્રમાજિત ઉચ્ચાર પ્રશ્રવણ
- ભૂમિ અતિચાર. ત્રીજા અતિચારમાં જેમ ભૂમિને જોવા સંબંધિ અતિચાર કહ્યું તેમ આ અતિચાર ભૂમિને પ્રમાર્જવા સંબંધ છે, જેથી ઉચ્ચાર ભૂમિને પ્રમાજે નહિ અને પ્રમાજે તે ઉપયોગ શૂન્યતાએ જેમ તેમ અનાદરથી પ્રમાજે તે અપ્રમાર્જિત દુષ્પમાજિંત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ અતિચાર છે.
પ્રશ્ન-દેશથી આહાર ત્યાગ વિગેરે પૌષધમાં તે શ્રાવક છૂટો (સામાયિક રહિત) છે તે એવા છૂટા શ્રાવકને સાધુવત્ શય્યા સંથારે કેવી રીતે હોય? તેમજ ઉચ્ચાર પ્રશ્રવણની ભૂમિનું પ્રમાર્જનાદિ પણ કેવી રીતે હોય? કારણ કે આ વિધિ તે સાધુ સરખા નિયમવાળા શ્રાવકની હોઈ શકે છે છૂટાની નહિ.
ઉત્તર–એ વાત સત્ય છે, કારણ કે પ્રથમના ૬ પિસહમાં શ્રાવક છૂટો છે, પરંતુ સાતમા માં ભજનાએ સામાયિકવાળે અને આઠમામાં નિયમા સામાયિકવાળો હોય છે, જેથી આઠમા પૌષધવાળો શ્રાવક સાધુ સરખી અવસ્થાવાળો હોવાથી શય્યાસંથારે ને ઉચ્ચાર ભૂમિ એ બન્નેનો વિધિ સાધુ સરખો હોય છે, માટે એ ચારે અતિચાર સર્વથી અવ્યાપાર પૌષધવાળાના છે, પરંતુ પ્રથમના પિસહવાળાને નહિ. તથા એ ચારે અતિચાર વ્રતની મલિનતા થવાથી છે. જેથી દેશભંગ રૂપ અતિચાર છે. )