________________
ભોગપભોગવિ.
૨૮૭ ૩૧-૩૨ આલુ પિડાલ વિગેરે–આલુ એટલે રતાળુ અથવા બટાકા, પિંડાલુ-કંદ વિશેષ, તેમજ ખેલાડુ (ડુંગળી), સકરકંદ (સકરીયાં) વિગેરે કંદ પ્રસિદ્ધ અનન્તકાય વનસ્પતિઓ છે.
' એ પ્રમાણે ઉપર કહેલી ૩૨ સિવાય બીજી અનેક વનસ્પતિઓ અનન્તકાય છે. પાણીની સેવાલ લીલ ફગ ઇત્યાદિ અનેક વનસ્પતિઓ અનન્તકાય છે. એમાં કેઈનું મૂળ તે કોઈને કંદ તે કેઈનું પત્ર ઈત્યાદિ કેઈનું એક અંગ તે કેઈનાં બે અંગ કેઈનાં ત્રણ અંગ કેઈનાં પાંચ અંગને કેઈનાં સર્વ અંગ અનન્તકાય હોય છે. પરંતુ અનન્તકાય વનસ્પતિ સંપૂર્ણ સાંગોપાંગ અનંતકાય હેય એ નિયમ નથી. આ પ્રશ્ન–-આ વનસ્પતિ સાધારણું અને આ વનસ્પતિ પ્રત્યેક એમ એળખવાનું કંઈ લક્ષણ છે. ? | ઉત્તર–હા. જીવવિચારમાં તેનાં લક્ષણ આ પ્રમાણે કહ્યાં છે.
गूढसिरसंधिपव्वं, समभंगमहीरुगं च छिन्नरूहं । ... साहारणं सरीरं, तबिवरीयं च पत्तेयं ॥१॥ - અર્થ–ગુપ્ત નવાળી વનસ્પતિ (જેની નસે પ્રગટ ન થઈ હોય તેવાં પત્રાદિ.) ગુમ સાંધાવાળી વનસ્પતિ, ભાગવાથી સરખા ભાગ થાય એવી, તાંતણા પ્રગટ ન થયા હોય એવી, અને છેદીને વાવતાં ફરીથી ઉગે એ ૬ લક્ષણ
गूढशिरिसंधिपर्व समभंगमहीरुकं च छिन्नरुहम्। साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम् ॥१॥