________________
અનર્થદડવિ.
૨૨૩ નિરર્થકજ છે. એ પચે પ્રવૃત્તિઓ શરીરાદિ કારણે અર્થદંડ પરંતુ વિના કારણે વા અધિક પ્રવૃત્તિ અનર્થદંડ છે. અથવા શુભ કાર્યમાં આળસ તે પણ પ્રમાદાચરણ છે. ૩ હિસ્ત્ર પ્રદાન (હિસાનાં ઉપકરણ બીજાને આપવાં
તે) અનર્થદંડ હિંસાનાં સાધન જે ઘંટી-ખાંડણી-હળગાડાં-શસ્ત્રવિષ ઈત્યાદિ વસ્તુઓ બીજાને આપવી તે હિંસાપ્રદાન અનર્થદંડ છે. પિતાના પુત્રાદિકને સંબંધના કારણથી આપવાં પડે તે અર્થદંડ છે, પરંતુ જે સગા સંબંધી નથી, તેવાને એવાં હિંસક સાધને માગ્યાં આપવાં તે અનર્થદંડ છે. સગાંસંબંધિને પણ માગે ત્યારે બનતા સુધી ન અપાય એવા ઉપાયમાં રહેવું.
છે ૪ પાપપદેશ અનર્થદંડો દરેક મનુષ્ય પિતતાના ગૃહસ્થ કાર્યોની ચિંતામાં પ્રાયઃ તત્પર હોય છે, તે પણ એક પ્રકારની એવી ખોટી ટેવ પડેલી હોય છે કે બીજાને કંઈને કંઈ તે કાર્યની બાબતમાં શીખામણ આપવી, માટે એવા પ્રકારની ખોટી ટેવથી બીજાને કહેવું કે–તમે આળસુ થઈને કેમ બેઠા છે? વરસાદના દિવસ આવ્યા છે તે ખેતરની ખેડ કેમ
૧ પ્રથમ તે શ્રાવકે હિંસાનાં ઉપકરણનાં અંગો છૂટે છૂટાં કરીને જુદે જુદે ઠેકાણે મૂકવાં, જેથી માગનાર સંબંધિને પણ કહેવાય કે–એમાંની એક ચીજ કયાં ને બીજી ચીજ કયાંય પડી હશે, કંઈ ઠામ ઠેકાણે વ્યવસ્થિત નથી, ઇત્યાદિ ઉચિત ઉત્તર આપી શકાય.