________________
૨૩૬
શ્રાવકધર્મ વિધા ૨ વચન ક્ઝિણિયાન અતિચાર–સામાયિકમાં શ્રાવક જે કંઇભાષા બોલે તે મુખે મુહપત્તિ રાખીને વિય કરીને લે અને જે ઉઘાડે મુખે બોલે તેમજ વિચાર કર્યો વિના સાવદ્ય વચન બોલે તે તેનું સામાયિક નિરર્થક જાણવું. આ અતિચાર અનામેગાદિકથી છે.
૩ કાયદુષ્પણિધાન અતિચાર–સામાયિકમાં ભૂમિને જોયા પ્રમાર્યા વિના બેસે વા ઉભો રહે, અને એ રીતે અજયણાએ પ્રવર્તતાં હિંસાના કારણથી સામાયિક કર્યું ન ગણાય, આ અતિચાર પણ અનાગાદિથી છે.
૪ મૃત્યકરણ અતિચાર–પ્રમાદના વશથી મહારે સામાયિક કયારે કરવાનું છે તે ન સંઘરે, તેમજ મેં સામાયિક કર્યું કે નથી કર્યું ? એ યાદ ન કરે વા યાદ ન આવે એવા શ્રાવકનું કરેલું સામાયિક પણ નિષ્ફળ છે. આ અતિચાર પણ અનાગાદિસ્થી છે.
પ અનવસ્થિત કરણ અતિચાર–સામાયિક કરીને તરત પારે અથવા ઈચ્છા પ્રમાણે ગમે તે વખતે પારે અને તે એ પ્રમાણે અનાદસ્થી કરેલું અનવસ્થિત સામાયિક શુદ્ધ નથી. (ટીકામાં કહેલ એ પાંચ અતિચારની ૫ ગાથાઓને અર્થ છે.) .
@–ઉપર કહેલી ૫ ગાથાઓના અર્થમાં તે સામાયિક નિર્થિક કહેલું હોવાથી વાસ્તવિક રીતે એવા દેષથી સામા ચિકને જ અભાવ થાય છે. અને અતિચારે તે વ્રતની મલિનતા રૂપ હોય છે, તે સામાયિકના અભાવે એ પાંચ