________________
દેશાવકાશિકાગ્રત.
૨૪૩ વ્રત છે માટે બીજાને મોકલે છે, ને બીજાને મોકલવાથી પાપારંભ અધિક થાય છે માટે અતિચાર છે.)
એમાં પહેલા બે અતિચાર અનિપુણ બુદ્ધિવાળાને સહસાકાર આદિક કારણથી (અર્થાત્ અનામેગાદિ કારણથી થાય છે. અને છેલ્લા ત્રણે અતિચાર એક પ્રકારના બહાનાવ્યાજ-મિષથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન–જેમ છઠ્ઠા દિ૫રિમાણ વ્રતના સંક્ષેપ રૂપે દશમું દશાવકાશિક વ્રત કહ્યું તેમ અહિંસા આદિ આવ્રતને સક્ષેપ કરવાનાં વતે કેમ ન કહ્યાં?
ઉત્તર–આ બાબતમાં વૃદ્ધો એમ કહે છે કે છઠ્ઠા વ્રતના ઉપલક્ષણથી શેષ પાંચ અણુવ્રત વિગેરેને સંક્ષેપ પણ એજ દશમા વ્રતથી જાણવે, કારણ કે અણુવ્રતાદિકને પણ સંક્ષેપ અવશ્ય કરવા યોગ્ય છે. અને જે દરેક વ્રતના સંક્ષેપ માટે પણ જુદાં જુદાં વ્રત ગણીએ તે શ્રાવકનાં ૧૨ વ્રતની સંખ્યા કાયમ ન રહે. (માટે સર્વનું સંક્ષેપ વિષયિક થત એકજ છે.)
પ્રશ્ન–અહિં કેટલાક એમ આશંકા કરે છે કે-દશમું વ્રત દિશાપરિમાણ વ્રતને જ સંક્ષેપ કરે છે (બીજાને નહિ), કારણ કે એના પાંચે અતિચાર દિશા સંક્ષેપને અવલંબીને કહ્યા છે, તે તમો અણુવ્રતાદિકના સંક્ષેપવાળું પણ છે એમ કઈ રીતે કહે છે?
ઉત્તર–જેમ ઉપલક્ષણથી શેષ વ્રતના સક્ષેપને પણ દેશાવકશિકત્રત કહ્યું છે તેમ ઉપલક્ષણથી જ તે તે વ્રતના
.
: