________________
૨૩૨
શ્રાવકધમ વિધાન
નિમતે લગાવ્યું. ઇત્યાદિ પ્રસિદ્ધ પાઠમાં નિયમ' ને અદલે ‘સાહૂ' શબ્દ ઉચ્ચરે, (પરન્તુ ચાલુ વિધિ પ્રમાણે તે નિયમ પદ ઉચ્ચરવા ચેાગ્ય છે.) ત્યાર બાદ કરિયા વહિય કિમે. ત્યાર માદ આલેાચના લઈને આચાર્યાદિકને ક્રમ પૂર્ણાંક ચઢતી ઉત્તરતી પદવી પ્રમાણે વંદન કરે. પુનઃ પણ ગુરૂને વંદન કરીને પુજી પ્રમાને ભૂમિ ઉપર બેસી ગુરૂને પ્રશ્નાદિ પૂછે અથવા સ્વાધ્યાય કરે. (લણે ગણે) એ પ્રમાણે દેહરાસરમાં પણ સામાયિક વિધિ જાણવા. તથા પેતાને ઘેર સામાયિક કરે અથવા પૌષધશાળામાં સામાયિક કરે તે ઉપાશ્રયે જવાનું હાતુ' નથી એ તફાવત છે. (શેષ વિધિ યથાસંભવ પૂર્વવત્ જાણવા).
૫ મહિના સામાયિક વિધિા
જે શ્રાવક રાજા સામન્ત આદિ મહા વૈભવવાળા હોય તેણે સાધુવંદન તથા દેવવ ંદન કરવાને અર્થે પોતાની સર્વ ઋદ્ધિ સહિત ઘણા આડંબરથી જવું, જેથી લાકને પણ ધમ ઉપર વિશેષ શ્રદ્ધા થાય. કારણ કે ઉત્તમ પુરૂષોએ આદર કરેલા (પ્રતિક્તિ વૈભવી અને મેાટા જનાએ આદર કરેલ) સાધુએ લેાકમાં પણું બહુ આદર માનવાળા થાય છે. જો આવા મહુદ્ધિ કે! ઘેરથીજ સામાયિક લઈને જાય તા અશ્વ હસ્તિ આદિ વડે અધિકરણ થાય. (અર્થાત્ આખર અહિત જવામાં સાવઘારભ થાય.) માટે ઘેર સામાયિક ન છે, તેમજ સામાયિક લઈને દેવ ગુરૂ પાસે પગે ચાલીને
૧ આ સામાયિક વિધિ ચાલુ રૂઢ વિધિ રૂપ નથી, પરન્તુ સાધુ. પત્યુ પાસના સંબધિ પ્રાચીન વિધિ છે.