________________
સામાયિક વ્રત
૨૩૧. નિવૃત્તિ હોય તે કરે અને પ્રવૃત્તિવાળો હોય તે ન કરે એમ ભજના જાણવી.
અલ્પદ્ધિકને કઈ પરંપર ભય ન હોય; (રાજ્યાદિ તરફથી વા કેઈ શત્રુ આદિકનો ભય ન હોય.) કેઈની સાથે કંઈ તકરાર ન થઈ હોય, (કે જેથી ઘર બહાર નીકળતાં હેરાન થવાનું હેય.) તથા કોઈનું દેવું ન હોય કે જેથી ઘર બહાર નીકળતાં લેણદાર તરફથી ખેંચતાણ થવાની હોય, વળી દેવાદારને દેખીને કઈ પકડે પકડાવે નહિ કારણ કે પકડે તે વ્રતભંગ થાય. (ઘેરથી સામાયિક લઈને ઉપાશ્રયે જતાં વચમાં પકડાવાથી વ્રતભંગ થાય છે) અને કંઈ પણ પ્રવૃત્તિમાં ન હોય તે એ અલ્પદ્ધિક શ્રાવક ઘરથી જ સામાયિક લઈને ઉપાશ્રયે જાય. તથા ઉપાશ્રયે જતાં ઇસમિતિમાં ઉપયોગવાળો થઈને, વચન સમિતિમાં સાધુની માફક સાવદ્ય ભાષાને ત્યાગ કરીને, એષણા સમિતિમાં કાષ્ઠ વા પત્થર ઈત્યાદિકની જરૂર પડયે અજ્ઞા લઈને પડિલેહીને પ્રમાઈને ગ્રહણ કરે, એ જ પ્રમાણે કાષ્ઠાદિકને મૂકતી વખતે કરે, એમ આદાન નિક્ષેપ સમિતિમાં વર્તતે, (એટલે ગ્રહણ કરવાની ને ભૂમિ ઉપર મૂકવાની વસ્તુને આજ્ઞા લઈ જે પ્રમાઈને લે અને મૂકે) અને પરિઝાપન સમિતિમાં બળખે નાકને મેલ વિગેરે વિવેકથી વિસાજે અને વિવેકથી વિસર્જન કરતે શુદ્ધ ભૂમિ જુએ અને પ્રમાજે. (એ પ્રમાણે પાંચ સમિતિનું પાલન કહ્યું) તથા
જ્યાં ઉભું રહે ત્યાં પણ ત્રણ ગુપ્તિનું પાલન કરે. એ વિધિઓ ઉપાશ્રયે જઈને સાધુઓને વંદના કરીને સામાયિક ઉચ્ચરે.