________________
સામાયિક વ્રત
૨૩૩
જ જવું પડે. (અને મહદ્ધિ કે તેા હસ્તિ આદિ ઉપર બેસીને જવાનુ’હાય) માટે ઘેર સામાયિક ન કરે. વળી આ પ્રમાણે આડંબર સહિત ગુરૂ પાસે જનાર મહદ્ધિક ને શ્રાવક હાય તા તેને માટે ઉભા થવું વિગેરે સત્કાર ન હોય, અને જો ભદ્રક હાય તા (શ્રાવક ન હોય તે) તેને સત્કાર થવા ઉચિત હાય તેથી તેને માટે પ્રથમથી આસન કરી રાખવું, (બેસવાની સગવડ કરી રાખવી,) અને આચાય પોતે પ્રથમથીજ ઉભા રહે. (પ્રથમ બેઠેલા હોય ને ભદ્રક મહુદ્ધિ ક આવ્યે ઉભા થવું તે આચાય ને ઉચિત ન હોવાથી પ્રથમથી ઉભા રહે). જેથી ઉઠવા સંધિ અને બેસી રહેવા સંબંધિ દોષ ન ઉપજે તે કારણથી ઉભા રહે, ત્યાર આદ તે મહદ્ધિક શ્રાવક વા ભદ્રક શ્રાવક સામાયિક કરે. આ સામાયિક સૂત્રને આલાપક (સૂત્ર પાઠ)ચાલુ પદ્ધતિ મુજબ - છે. એ પ્રમાણે સામાયિક કરીને ઇરિયાવહિય' પ્રતિક્રમી સાધુઓને યથાયેાગ્ય વંદન કરી પૂછવાનુ` હાય તે પૂછે અથવા ભણે ગણે. અહિં સામાયિક કરનાર મહદ્ધિક મુગઢ કુંડલ વીંટી ઇત્યાદિ આભૂષણાને શરીર પરથી ઉતારી મૂકે. (પેાતાની સાથે આવેલાને તેટલી વાર સોંપે), તેમજ ફૂલની માળા તામૂલ ને ઉત્તરીય વા વિગેરે વજે. એ પ્રમાણે સામાયિકના વિધિ જાણવા. ॥ ૨૫ ॥
૧ ઉપર કહેલા સવ સામાયિક વિધિ સક્ષેપમાં અને પ્રાચીન પરપરા પ્રમાણે છે. સામાયિક પ્રતિક્રમણ ત્યાદિ સામાચારીએ આચાચેની પરપરામાં કંઇક હીનાધિક પણ થાય છે, અને તે હીનાધિકતા અશ અમત્સરી સમાન્ય આદિ ગુણવાળા ગીતાથી જ બની