________________
અનર્થદકવિ
૨૨૫
ગાથાર્થ – કંદર્પ (કાદીપક વચન), કૌમુચ્ચ (કામદીપક બિભત્સ ચેષ્ટાઓ), મૌખર્ય (વાચાળતા), સંયુક્તાધિકરણ (ડેલાં ઉપકરણે), અને ભેગાતિરિક્ત (અધિક પરિગ્રહ) એ પાંચ પ્રકારના અતિચાર આઠમા વ્રતમાં વર્જવ છે ૨૪ છે
ભાવાર્થ–આ અનર્થદંડમાં પણ જે જે નિરર્થક પ્રવૃત્તિઓ હેય તે જ અતિચાર રૂપે ગણાય છે. તેવી નિરર્થક પ્રવૃત્તિઓ વ્યક્તિ ભેદે છે કે અનેક છે, તે પણ અહિં પાંચ અતિચારની ચાલ પરિપાટી પ્રમાણે નિરર્થક પ્રવૃત્તિઓ મુખ્ય ૫ પ્રકારની કહી છે તે આ પ્રમાણે –
૧ કન્દપે અતિચાર–કામવાસનાને ઉદ્દીપન કરે એવાં વચનાદિ તે કઈ કહેવાય. અહિં શ્રાવકે ખડખડ હસવું કપે નહિ, હસવાના પ્રસંગમાં મુખ મલકાવ્યા પૂરતું અલ્પ હસવું ઉચિત છે, માટે સ્ત્રી આદિક સાથે હાસ્યમહનીયને ઉદ્દીપન કરનાર હાસ્ય ક્રિયા તથા વિષય વાસનાને ઉત્તેજીત કરનાર ખડખડ હાસ્ય કરવું તે અતિચાર છે. આ અતિચાર પ્રમાદાચરણ વ્રતને છે.
૨ કીકુ અતિચાર–કન્દપ અતિચારમાં પિતે હાસ્ય કરવાને સંબંધ છે, અને આ અતિચાર બીજાને હસાવવા સંબંધિ છે, જેથી મુખ ફુલાવવું, મુખથી વાજીંત્ર પશુશબ્દ આદિ ધ્વનિઓ ઉપજાવવા, નેત્રના કટાક્ષ કરવા ઈત્યાદિ શરીરના અવયવેથી એવા ચાળા કરવા કે તેથી બીજા લેક ખડખડ હશે, તેમજ ભાંડ ભવૈયા સરખી