________________
૨૨૨
શ્રાવકધર્મવિધ્યતા કંડ છે. એ પ્રમાણે હિંસા વિગેરેનાં રૌદ્ર ધ્યાને તે મહા ભયંકર દયાન છે. હિંસાઓ વિગેરેના ધ્યાનથી–સતત ચિંતાથી નરકાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. શરીરાદિ અવશ્ય કારણમાં પણ રૌદ્ર ધ્યાનનું અવશ્ય પ્રજન નથી, માત્ર જરૂર પૂરતા ઉદ્યમની જ આવશ્યક્તા છે. તેથી રૌદ્ર ધ્યાન પણ અનર્થદંડ છે. અહિં ગૃહસ્થ જીવનના ઉચિત નિભાવ પૂરતી અર્થ સામગ્રીઓને માટે તે અર્થ સામગ્રી મેળવવા સંબંધિ ચિતારૂપ જે આર્તધ્યાન વા રૌદ્રધ્યાન તે અર્થદ છે, પરંતુ અધિક અર્થ સામગ્રી માટેની ચિંતા તથા આવશ્યક અર્થસામગ્રીમાં પણ અધિક પડતી ચિંતા એ સર્વ અનર્થદંડ છે.
પર પ્રમાદાચરણ અનર્થદંડા નિદ્રાવિકથાવિષયકષાય ને મધ એ પાંચ પ્રકા પ્રમાદ છે. તે સંબંધિ અનર્થદંડ આ પ્રમાણે વિના કારણ અવસર વિના પણ ઉંઘવાની ટેવ, વિના, કારણની રાજ કથા, દેશ કથા, ભજન કથા, ને સ્ત્રી કથા એ ચાર પ્રકારની વિકથા-કુથલીએ કરવી, (એમાં છાપાં વાંચવાને શેખ, નેવેલ વાંચવાને શેખ, ઈત્યાદી અનેક મોજશેખની વાર્તાઓને સમાવેશ થાય છે.) સ્પર્શેન્દ્રિયાદિકના વિષયમાં અધિક પ્રવૃત્તિ અને ક્રોધ માન માયા લેભ રૂપ કક્ષા (અધિક પડતા કષા) એ અનર્થદંડ છે. તથા અફીણ ગજે ભાંગ મદિરા આદિ માદક વસ્તુઓ માજશેખ માટે ખાવી પીવી તે અનર્થદંડ છે. જે શરીર નિર્મદનીય ધાન્યાદિથી પિષાય છે, તે મદિરાદિ મદનીય પદાર્થો ખાવા