________________
સ્વદારતેષ પરસ્ત્રીવિત્ર
૧૧૭ બાબતમાં ભિન્નતાવાળાં છે, કારણકે લેકેત્તર શાસ્ત્ર બીજી વાર પરણવાને નિષેધ કરે છે, ત્યારે લૌકિક શાસ્ત્ર બીજી વાર પરણવાની આજ્ઞા આપે છે, પરંતુ કોઈ પણ શાસ્ત્ર એક પતિની હયાતીમાં બીજે પતિ પરણવાની આજ્ઞા આપતું નથી.
વર્તમાન યુવતીને પ્રશ્ન–પુરૂષએ શાસ્ત્ર રચેલાં હેવાથી એ સર્વ પક્ષપાત છે, સ્ત્રીને માટે હયાત પતિમાં બીજે પતિ ન થાય તો પુરૂષથી પણ એક હયાત સ્ત્રી પર બીજી સ્ત્રી કેમ થાય ?
ઉત્તર–જે કે એક હયાત સ્ત્રી પર બીજી સ્ત્રી ન કરવી એ લેકોત્તર શાસ્ત્ર તે કહે છે, કારણકે લોકોત્તર શાસ્ત્રની નીતિ તે જેમ બને તેમ વિષય વાસનાનાં સાધનથી અલગ રાખવાની છે, પરંતુ તેમ સર્વથા ન બનવાથી અને વિશેષ સ્વછંદી ન બનવાના કારણે પુરૂષને એક સ્ત્રીથી નિભાવ કરવાનું સૂચવે છે. પરંતુ કામરસિક પુરૂષે કામવાસનાના કારણથી અધિક પરણે તેમાં શાસ્ત્ર શું કરે? અને શાસ્ત્રકર્તા પુરૂષોનો એ પક્ષપાત છે એવો આક્ષેપ લકત્તર શાસ્ત્રને લાગુ પડતો. નથી. જે લૌકિક શાસ્ત્રો અધિક સ્ત્રીઓ પરણવાની આજ્ઞા આપતાં હોય તેને એ આક્ષેપ લાગુ પડે છે. વળી અહિં વિશિષ્ટ લોક વ્યવહાર, પુણ્યકર્મ, પાપકર્મ ઈત્યાદિ બાબતની ચર્ચા ઘણી કરવા યોગ્ય છે, પરંતુ ગ્રન્થવૃદ્ધિના ભયથી એટલી જ સૂચના બસ છે.
અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે—લોકમાં પતિના મરણ બાદ બીજે પતિ કરવાનો રિવાજ હોવાથી પરવિવાહ શબ્દનો બીજો અર્થ જે પિતાની બીજીવાર વિવાહ કર તે ઘટી શકે છે. માટે સ્ત્રીને પર વિવાહ અતિચાર સંતાનોના વિવાહ આશ્રયી અને પિતાના વિવાહ આશ્રયી પણ છે.