________________
१६४
શ્રાવકધર્મ વિધાન બાળ અથાણું ૧૭, ઘેલડાં ૧૮, રિંગણું ૧૯, જેનાં નામ ન જાણ્યાં હોય એવાં અજાણ્યાં ફળ ફૂલ વિગેરે ૨૦, તુચ્છ ફળ ૨૧, ચલિતરસ ૨૨, એ વર્જવા ગ્ય ૨૨ અભક્ષ્ય વર્જવાં. ૧-રા
૫ ઉંબરફલ-વડના ટેટા, પીપળીના ટેટા, પીપળાના ટેટા ઉંબરફલ (ગુલરફળ),ને કચુંબરફળ (અથવા કાલુંબરફળ) એ પાંચ પ્રકારના વૃક્ષનાં ફળ કે જેનાં બીજ ખસખસના દાણાથી પણ ઝીણાં હોય છે ને ગર્ભભાગ અલ્પ હોય છે. એને ખાનારા છાલ બીજ ને ગર્ભ ત્રણે સાથે ખાય છે. પરંતુ એમાં બારીક ત્રસ જંતુઓની ઉત્પત્તિ હંમેશ હોય છે, જેથી ત્રસની વિરતિવાળા શ્રાવકે તે ખાવા યોગ્ય નથી. તેમજ એવી જ જાતિનાં અંજીર વિગેરે ફળ પણ અભક્ષ્ય છે.
૬ મધ–અગતરાંનું, ભમરીનું અને માખીનું એમ ત્રણ પ્રકારનું મધ છે. તેમાં વિશેષતઃ ભમરીનું અને માખીનું બનાવેલું મધ ઉપગમાં આવે છે, પરંતુ એમાં બારીક ત્રસ જીની ઉત્પત્તિ મધપૂડામાં મધ હોય ત્યારથી જ હોય છે માટે અભક્ષ્ય છે.
મદિરા–મહુડાં વિગેરે પદાર્થોને ઘણા દિવસ સુધી પલાળી કહેવડાવી તેને આથે થવા દઈને અમુક કિયાએથી તેમાંથી રસ ખેંચે છે તે સાક્ષાત્ મદિરા-ઘરૂ છે. અને એ દારૂ કેફી પીણા તરીકે પીવાય છે. તથા ઔષધી તરીકે બનાવાતા દ્રાક્ષાસ વિગેરે આસ અને અરિષ્ટ છે કે સાક્ષાત્ મદિર નથી. તે પણ એની બનાવટ કેટલેક અંશે મદિરાને મળતી છે, તેમજ મદિરાનું કેટલુંક તત્વ એમાં