________________
૧૯૨
શ્રાવકધર્મવિધાન કર્યા બાદ અને જમરૂખને સમાર્યાથી પણ અચિત્ત ન થાય. જમરૂખ અગ્નિશસ્ત્રથી પ્રાયઃ અચિત્ત.
શેલડી, કેરી--એ બનેને રસ કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત.
કેળાં–બીવાળાનાં બીજ ને છાલ કાઢ્યા બાદ ને બીજ વિનાનાં છાલ કાઢ્યાથી અચિત્ત.
" ચીભડાં, સાકરટેટી વિગેરે પાકાં હોય તેના બીજ કાઢી લીધા બાદ બે ઘડીએ અચિત્ત, કાચાં ફળ બીજ કાત્યાથી અચિત્ત ન ગણાય. અગ્નિશસ્ત્રથી અચિત્ત.
શ્રીફળ વિગેરેનું જળ કે પરામાંથી કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત. - ખારેક, ખજુર, દ્રાક્ષ વિગેરેમાંથી ઠળીયા કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત.
સોપારી–ભાગ્યા પછી બે ઘડીએ અચિત્ત.
બદામ વિગેરેનાં મીંજ-છેડામાંથી બીજ બહાર કાચા બાદ બે ઘડીએ અચિત્ત.
ગુંદર–વૃક્ષમાંથી કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત.
આ સિવાય સચિત્ત અચિત્તને વ્યવહાર ઘણી વસ્તુએને સમજવા જેવું છે, અહિં ગ્રંથમાં કેટલું લખાય! માટે તે વિશેષ વિગત શ્રી ગુરૂ પાસેથી જાણવી ઉચિત છે. છદ્મસ્થને આ સચિત્ત હશે કે અચિત્ત તેની ખાત્રી ન હેવાથી એ સર્વ મર્યાદિત વ્યવહાર જ અતિ ઉપયોગી છે. ખાવાની લોલુપતા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ સચિત્તને ને અભક્ષ્યને ત્યાગ થતું જાય છે, માટે જેમ બને તેમ જીભની લોલુપતા ઘટાડવી.