________________
ગોપભેગવિ
૧૯૭
સાત્વિક ગુણ ઉપજવામાં બાધક હોય અથવા ઉપજેલા સાત્વિક ગુણને હણનારી હોય તે એવા ગુણવાળી વનસ્પતિ (વા બીજું કઈ દ્રવ્ય પણ) અચિત્ત હોય તે પણ અભક્ષ્ય છે, સુંઠ ને હલદર તેવા અવગુણવાળી નથી માટે ભક્ષ્ય છે, ને બીજી અનન્તકા સૂકી અચિત્ત છતાં કેટલીક તામસ ગુણ ઉપજાવનારી હોય છે, તે કેટલીક માદક હોય છે. ઈત્યાદિ અવગુણેને અંગે શેષ અનન્તકાચો સૂકી ને અચિત હોય તે પણ અભક્ષ્ય છે. જેમ લસણ, ડુંગળી, મૂળા વિગેરે અનન્તકાય વનસ્પતિઓ સૂકી હોય કે લીલી હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે પણ આત્મામાં તામસ ગુણ ઉત્પન્ન કરનારી છે, કે જેના પ્રભાવે આત્મામાં આત્મ ધર્મના માર્ગને (ઈશ્વરી માર્ગને ઓળખવા જેવી બુદ્ધિ ઉપજતી નથી. કદાચ ઈશ્વરી માર્ગ એળખવા જેવી બુદ્ધિ પ્રગટ થઈ હોય તે પણ તે બુદ્ધિને હણે છે, ને દુન્યવી માર્ગમાં ઘસડી જાય છે. એમ અનેક દુણેને અંગે મસ્યાભઢ્યનો વિવેક વિચારાય છે, પરંતુ કેવળ સચિત્ત અચિત્તતાને અંગે જ વા ઓછાવત્તા ઓની હિંસાને અંગેજ ભર્યાભર્યો વિવેક નથી.
પ્રશ્ન–જેમ તામસ આદિ અવગુણના અભાવે સુંઠ ને હલદર બે વસ્તુઓ ભક્ષ્ય છે તેમ બીજી કે અનન્તકાય એવી નહિ હોય? કે જે ભક્ષ્ય હોઈ શકે ?
ઉત્તર–ગળે એ પણ અનન્તકાય છે, પરંતુ એ બહુ સદ્દગુણવાળી હોવાથી લીલાશ વખતે કેવલ અનન્ત જીવાત્મકપણાના કારણે અભક્ષ્ય છે. જે એક જીવાત્મક હેત