________________
ભાગોષભાવ
૧૯૫
છે તેમ ખીજા પણ કંદ વિગેરે (બટાટા, સકરીયાં, સૂરણ રતાલુ આદિ) સૂકાં થયા બાદ ભક્ષ્ય ગણાય કે નહિ ? અને એ રીતે સૂકી સવ અનન્તકાય ખાવા ચેાગ્ય ખરી કે નહિ ? તેમજ કંદમૂળ સૂકા થયા આદ સવથા અચિત્ત થાય કે નહિ?
ઉત્તર—જેમ સૂકું આદુ ને હલદર ભક્ષ્ય છે તેમ બીજી અને તકાય વનસ્પતિએ સૂકી હોય તેા ભક્ષ્ય છે એમ નહિ. સૂકી અનન્તકાય જો કે અચિત્ત હોય છે, પરન્તુ શક્યાભના વિવેક કેવળ સચિત્ત ચિત્તને જ અવલખીને નથી, પરન્તુ ત્રસ જીવાની ઉત્પત્તિ અને તેના કેટલાક ગુણ દોષને અવલખીને પણ લક્ષ્યાભક્ષ્યના વ્યવહાર છે, માટે જેટલું અચિત્ત એટલું ભક્ષ્ય હાય એમ નથી.
પ્રશ્ન—સૂ કું આદુ ને સૂકી હલદર જો ભક્ષ્ય છે અને બીજી અનંત કાય વનસ્પતિએ સૂકી હોય તેા પણ ભક્ષ્ય નથી તેા એ બાબતમાં મુખ્ય તફાવત કઈ ખાખતના હશે, ન્યાય તે સવત્ર સરખાજ હોઈ શકે.
ઉત્તર—સૂકી સુંઠ ને સૂકી હુંલદર જે વખતે લીલી હતી તે વખતે અનન્તકાય હાવાથી સૂકી થયા બાદ એમાં વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ એવી રીતે બદલાયા છે કે આ કંદમૂળ છે વા અનન્તકાય છે એવી ભાવના ખીજી સૂકી અન તકાયની પેઠે રહેતી નથી, બીજી અનન્તકાય વનસ્પતિઆમાં એવું પરાવર્તન નથી, તેમજ સુંડમાં તેા નામ પરાવર્તન પણ થયું છે.