________________
૧૯૪
શ્રાવકધર્મ વિધાન નામે પ્રસિદ્ધ છે તે જુદાં કહેશે, તે અને તે ઉપરાન્તના બીજા સર્વે ભૂમિકંદ અનન્તકાય છે. એકેક શરીરમાં અનન્ત અનન્ત જીવ છે, ને અસંખ્ય શરીરને એ પિંડ છે.
૧ સૂરણુકંદ–આ કંદ મલબારમાં વિશેષ થાય છે. એને ઘણે મેટ થવાને બે ત્રણ વર્ષ સુધી ભૂમિમાં વધવા દે છે, મોટું સૂરણ એક મણ લગભગ વજનનું થાય છે, સૂરણની બે જાતિ છે. ખુજલી ને મીઠી. તેમાં ખુજલી સૂરણ ખાવાથી મુખ સૂઝી જાય છે, ને બીજા અનેક દેહ વિકાર થાય છે. મીઠી જાતિનું સૂરણ મળ રોકનાર ને રક્તપિત્તને કપાવનાર છે. એનું બીજું નામ જતીકંદ છે. બીજું વનસરણ થાય છે તેના કંદનું પણ શાક કરે છે.
૨ વભૂકંદ–એ પણ એક જાતિને ભૂમિકંદ છે.
૩-૪ લીલી હલદર, લીલું આદુ-આદુ ને હળદર પ્રસિદ્ધ છે, તે લીલું અનન્તકાય છે. આદુની સુકવણી તે સુંઠ કહેવાય છે, ને સૂકી હળદરનું નામ હલદર જ છે. આ બંને વસ્તુ લીલી જે કે અનન્તકાય છે, તે પણ સૂકી થયા બાદ ભક્ષ્ય તરીકે આહારના ઉપયોગમાં લેવાય છે.
૫ લીલો કચરે કોંકણ પ્રાંતમાં એ ઘણાં થાય છે. કચૂરાને સુગંધી પદાર્થોમાં નાખે છે, એને વાસ સારે છે તેથી ઘસીને શરીરે પણ પડે છે. કપૂરકાચલી એ કયૂરાની જ એક જાતિ છે. એને ષડ્યૂરો પણ કહે છે એ અનન્તકાય છે. * પ્રશ્ન–જેમ સૂકું આદુ ને સૂકી હલદર ભક્ષ્ય ગણાય