________________
ભગપભોગવિ.
૧૮૧ ૭ સરબત-કાચી ચાસણીનું બને છે ને પાણી વિશેષ હોય છે માટે બીજે દિવસે અભક્ષ્ય.
૮ સિર–લીલી વનસ્પતિઓનો બને છે માટે બાળ અથાણાની પેઠે અભક્ષ્ય છે.
૯ કેરી–આર્કા નક્ષત્રને સૂર્ય થયા બાદ અભક્ષ્ય થાય છે.
૧૦ પાપડ–શેકેલે તેજ દિવસ ભય, તળેલો બીજે દિવસે પણ ભક્ય.
૧૧ લીલી ચટણું–ખટાશવાળી ને પાણી તથા અનાજના દાણા વિનાની હોય તે ત્રણ દિવસ ઉપરાન્ત અભક્ષ્ય. ખાટી ચીજ ન પડી હોય તે બીજે દિવસે અભક્ષ્ય. ખાટી ચીજ હોય છતાં અનાજને દાણે વા વેટ મિશ્રિત હેય તે બીજે જ દિવસે અભય.
૧૨ પવાન–સૂખડી, મેથી પાક, અડદ પાક, સાલમ પાક આદિ પાક જળના સ્પર્શ વિના સારા શેકી તળીને બનાવેલા હોય તે તેને કાળ ચોમાસામાં ૧૫ દિવસ, ઉન્હાળામાં ૨૦ દિવસ ને શિયાળામાં ૧ માસ છે. ત્યાર બાદ ચલિતરસ થતાં અભક્ષ્ય થાય છે.
૧૩ ચુરમાના લાડુ–ભાખરીના હોય તે તે જ દિવસ ભક્ષ્ય, બીજે દિવસે વાસી થાય, અને પાકા તળેલા ઉડીયા (મુઠીયા)ના હોય તે ત્રણ ચાર દિવસ બાદ અભક્ષ્ય થાય. પુનઃ એ જ લાડુને ઘીમાં શેકી પાકે લાલ દાણાને બનાવ્યા હોય તે પકવાન જેટલા કાળ છે.