________________
૧૮૮
શ્રાવકધર્મ વિધાન
ખાવી ઉચિત છે, અને જો ખાવાની જરૂર હોય તે ખાધા બાદ ઠળીયા વિગેરેને રાખમાં ચેળી ફેંકી દેવા ઠીક છે વા ધૂળમાં રળવા ઠીક છે. - ૩૮ શિંગડાં–ઈન્દ્રિયોના વિકારને ઉત્તેજીત કરનાર હેવાથી, તથા તળાવમાં એના વેલામાં ને ફીની આસપાસ જળના કારણથી અનેક ત્રસ જીવની ઉત્પત્તિ હેવાથી અભક્ષ્ય છે. મુખ્યત્વે કામવૃદ્ધિ કરનાર હોવાથી અભક્ષ્ય છે. - ૩૯ પિંક વિગેરે–બાજરીનાં કણસલાંમાં અને જુવારનાં કણસલાંમાં મોટા ત્રસ જતુઓની ઉત્પત્તિ છે. ખંખેરીએ તે સેંકડો ત્રસ જીવે તે રંગના નીચે પડેલા ચાલતા સાક્ષાત્ દેખ્યા છે. એમાં બાજરીનાં કણસલાંને અગ્નિના ભડકામાં શેકવામાં આવે છે, અને જુવારના કણસલાને ભરસાડમાં શેકવામાં આવે છે, ત્યાર બાદ બાજરીના પેકને ગોફણ આદિકથી ખેંચીને અને જવારના પોંકને કપડામાં ઝુડીને પાડવામાં આવે છે, એ રીતે ભડકામાં ને ભઠ્ઠીમાં એ સર્વ ત્રસ જીવ બળી જાય છે માટે અભક્ષ્ય છે. ખંખેરી ખંખેરીને શેકવામાં આવે તે પણ સર્વ ખંખેરાતા નથી. ઘઉંને પક પણ ત્રસ જીવે બળી જવાના કારણથી અભક્ષ્ય છે.
૪૦ હડીયા (ઉંધિયું)---તુવરની આખી શિગને તેમજ વાલેર વિગેરેની આખી શિગેને હુડીયું કહે છે. એમાં સડેલી ને કેહેલી શિગોમાં મોટા ત્રસ જી ઉપજેલા હેર્યા છે, તે પણ બફાઈ જાય છે; અને બીજી શિંગોમાં બારીક ત્રસ જંતુઓ બફાય એ વિશેષ. માટે હુડીયું અભક્ષ્ય છે.