________________
૧૮૬
શ્રાવકધર્મવિધાન માસ માટે ભરી રાખવું. તે પણ ઉપયોગ પૂરતું, વારંવાર બહાર કાઢી બીજું સીલબંધ રાખવું, નહિતર ખુલ્લું વા બંધ મુખ વિનાનું તેલ શેડી મુદતમાં ચલિત રસ થાય છે. ૮ માસમાં તલમાં ઘણું ત્રસ જી ઉપજવાથી ઘાણી થાય નહિ. - ૩૦ મે –ખજૂર, ખારેક, બદામને મગજ વિગેરે બીજ કાઢેલા મેવા, કાજૂ, પિસ્તા, ચારોળી, દ્રાક્ષ, આલુ, અંજીર, મગફળી, કપરું, કેકડી, સૂકાં બેર વિગેરે કાર્તિક ચોમાસામાં ભક્ષ્ય, ૮ માસ અભક્ષ્ય. ૮ માસમાં વાપરવા માટે ફળ ફેડીને કાઢેલાં બીજ તે દિવસે ભક્ષ્ય ગણવાં. કેટલાક તે સૂકો મેવો માસામાં જ અભક્ષ્ય માને છે. - ૩૧ ભાજી પાંદડાં–સર્વ પ્રકારની ભાજી, નાગરવેલનાં પાન, અળવીનાં પાન (પત્રવેલ) વિગેરે પાન માત્ર ૮ માસ અભક્ષ્ય છે.
૩ર સુકવણું–ચોમાસામાં અભય છે, કારણ કે તેમાં ત્રસ જેની ઉત્પત્તિ છે.
૩૩ પ્રવાહી દવાઓ–બજારમાં વેચાતી પ્રવાહી દવાઓ અથવા દાક્તરને ત્યાંથી અપાતી વિલાયતી પ્રવાહી દવાઓ ત્રસ જીવોની ઉત્પત્તિવાળી હેવાથી તેમજ અનેક પ્રાસંગિક દોષવાળી હોવાથી અભક્ષ્ય છે. પ્રવાહી ઉકાળા વિગેરેની જરૂર પડે ત્યારે તેજ દિવસે ઉકાળે બનાવી તેજ દિવસે ઉપયોગમાં લે તે ઉચિત છે, બીજે દિવસે અભક્ષ્ય થાય છે. શીશામાં પક હોય તેથી ત્રસ જીવે ઉત્પન્ન ન