________________
૧૮૩
ગાપભોકવિ અનિયત વખતે ચલિત રસ થાય છે, માટે હવારે કઈ પણ વખતે દેહેલા દૂધમાં જ પ્રહર વીત્યે ખટાશ મેળવવી જોઈએ, ને સાંજે દેહેલા દૂધમાં રાત્રિના ૧૨ વાગ્યા પહેલાં ખટાશ નાખવી. રાત્રે અગિયાર વાગ્યે દેહેલા દૂધમાં પણ ૧૨ વાગ્યે ખટાશ નાખવી. નહિંતર કલાક બાદ જ અભક્ષ્ય ગણાય. અર્થાત્ દૂધને ૪ પ્રહરને કાળ તે બપોરના બાર વાગ્યા સુધીમાં દોહેલા દૂધને છે. ત્યાર બાદ દેહેલા દૂધને કાળ રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઘટત ઘટત જાણો.
૧૮ છાશ–પૂર્વોક્ત કાળવાળા દહિની બનાવેલી હા હવારે લેવી હોય ત્યારથી ૧૬ પ્રહર કાળ ભક્ષ્ય છે, પરનું એ કાળ દહિની માફક બે રાત્રિ વ્યતીત થયા બાદ સમાપ્ત થઈ જાય છે, માટે દહિંવત્ છાશને કાળ સરખી રીતે ગણવે.
- ૧૮ કાંજી પરાસ-કાચી છાસની અથવા ગરમ છાસની આસ (નીતર્યું પાણી) તેને કાળ પણ દહિં ને છાશની પેઠે જાણ, જેથી બે રાત્રિ વીત્યા બાદ અભક્ષ્ય.
ર૦ ધી–શિયાળામાં અત્યંત ઠંડી વખતનું તૈયાર થયેલું તાજું ઘી ડબાએ વિગેરેમાં સીલ બંધ કરવાથી કંઇક મહિનાઓ સુધી સુરક્ષિત રહે છે. પરંતુ એ જ સીલ બંધને તેડયા બાદ અનિયત દિવસે સુધી ભક્ષ્ય રહી ત્યાર બાદ ચલિત રસ થાય છે. કેટલાંક ઘી તે સીલબંધમાં પણ ચલિત રસ થઈ જાય છે માટે તે અભક્ષ્ય છે. નિત્ય વાપરવા માટે રખાતાં સીલબંધ વિનાનાં ઘી