________________
ભોગપભોગવિ.
૧૭૧
સોમલ, વછનાગ, હરતાલ, સંખીયા, ઈત્યાદિ ઝેરી વસ્તુઓ અનેક છે. એમાંની ઘણી ખરી ઝેરી ચીજો (અફીણ વગેરે) વ્યસન તરીકે વપરાય છે, અને કેટલીક ઈન્દ્રિયોના ઉન્માદ માટે વપરાય છે. શ્રાવક શ્રુધાની ઉપશાન્તિને અર્થે ઘઉં ચેખા ઇત્યાદિ નિર્દોષ વનસ્પતિઓને આહાર કરે એ વિધિ માગે છે. તેથી માજ અને વ્યસન તરીકે ઝેરી વસ્તુઓ વાપરવી બિન જરૂરી છે. માટે અભક્ષ્ય છે. તે સાથે ઝેરી ચીજો જીવને મુંઝાવનારી, ગભરાવનારી, પિતાના અને પરના પ્રાણને હરનારી હોવાથી એ સદેષ વસ્તુઓ છે. ફક્ત દવા તરીકે ઉપયોગ પૂરતી લેવાય તે જરૂરી છે, પરંતુ નિરોગી છતાં બળ વધારવાને બે મજશેખ માટે લેવાય તે અભક્ષ્ય છે. વળી ઝેરી વસ્તુઓના આહારવાળા મનુ ગનાં દેહ થુંક પેસાબ ઝાડે ઇત્યાદિ પણ ઝેરી બને છે, જેથી દેહાદિક ઉપર આવી પડતા ક્ષુદ્ર ત્રસ જીવેને નાશ થાય છે, માટે અવગુણકારી હેવાથી અભક્ષ્ય છે. રાજસત્તામાં પણ આ ઝેરી વસ્તુઓના વપરાશ પર અંકુશ મુકવાને લાઈસન્સ વિગેરે લેવાં પડે છે. એથી જ સાબિત થાય છે કે આ વસ્તુઓ જીવનને હાનિકર્તા છે.
૧૨ કરા–આકાશમાંથી કાચે જળગર્ભ પત્થર જેવા ઘન સ્વરૂપે પડે છે તે કરા કહેવાય છે. એ પણ કાચા જળને પિંડ હોવાથી અને જળ તરીકે ઉપયોગમાં આવતે નથી તેથી બિન જરૂરીયાતની અપેક્ષાએ તથા અસંખ્ય જળજીવાત્મક હેવાથી અભક્ષ્ય છે. તેમજ અચિત્ત પાણી પીવું અથવા ગાળેલું પાણી પીવું એ વિધિ એમાં સચવાતું નથી.