________________
શ્રાવકધર્મ વિધાન
૯. માખણ—કાસમાંથી બહાર કાઢેલા માખણમાં શીવ્ર ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ થાય છે, એમાં પણ માખણના જ રંગવાળા બારીક ત્રસ જીવે ઉપજે છે, માટે છાસમાંથી માખણ બહાર કાઢીને તરત તપાવવા ચૂલા પર મૂકવું, પણ ઘણી વાર રાખી મૂકવું નહિ. જો કે મદિરા માંસ ની જેમ માખણ તામસ વૃત્તિને ઉત્પન્ન કરતું નથી, પરંતુ અત્યંત માદક અને કામોત્તેજક છે તથા ઈન્દ્રિયના વિકારોને ઉશ્કેરવામાં વિશેષ ભાગ ભજવે છે.
૧૦. હિમ–બનાવટી બરફ અને કુદરતી બરફ એ બને જાતિના બરફ જળના પિંડ છે. એને આહાર વિશેષતઃ મેજશોખ તરીકે છે, પીવાના પાણીને કેરા માટલા વિગેરેમાં ઉન્ડાળામાં પીવા જેવું ઠંડું બનાવી શકાય છે, અથવા ટાંકા કૂવાનાં જળ અતિ ઠંડાં હોય છે, તે પણ એથીએ વિશેષ ઠંડું પાણી પીવાની મેજ માટે બરફનો ઉપયોગ થાય છે, તે શ્રાવકને માટે અનુચિત છે. કારણકે શ્રાવકે તૃષાની શાન્તિ અર્થે મુખ્યત્વે અચિત્ત પાણી પીવું, તેમ ન બને તે કાચું પાણી ગાળીને પીવું એ વિધિ છે. તે બરફ એ પીવાના પાણી તરીકે પાણી નથી, તેમજ ગાળવાનું તે. રહ્યું જ ક્યાં? તથા બરફની બનાવટ ઘણા મોટા આરંભ સમારંભવાળી હેવાથી છકાયની હિંસાવાળી છે. માટે કેવળ
જશેખની ખાતર એ સર્વ આરંભનું નિમિત્ત થવાય છે, તેથી બરફ તથા આઇસક્રીમ ઈત્યાદિ બરફની બનાવટે અભક્ષ્ય છે.
૧૧ વિષ–ઝેરી વસ્તુઓ તે વિષ કહેવાય. અફીણ