________________
૧૭૬
શ્રાવકધર્મ વિધાન અપેક્ષા પરિણત શ્રાવકને હોય નહિ, તેથી અથાણા જેવો અભક્ષ્ય આહાર પરિણત શ્રાવકને ઉચિત નથી.
વળી અથાણું કદાચ ઉપગ રાખીને ભક્ષ્ય બનાવીએ તે તે વર્ષો સુધી બગડતું નથી, પરંતુ તે દરમ્યાનમાં અથાણું ભરવાની, બહાર કાઢવાની ઈત્યાદિ સાવચેતી ન રખાય ને સહેજ પાણીવાળા હાથથી કાઢવામાં આવે, ભેજવાળા સ્થાને ગોઠવવામાં આવે, જળને છાંટો પણ ન લાગે એવી સાવચેતી રાખવામાં ન આવે, તે જલદી ચલિત. રસ થઈ અભક્ષ્ય બની જાય છે, કારણકે સાવચેતીના અભાવે તે ત્રસ જીવની ઉત્પત્તિને લાયક થઈ જાય છે. તેથી એવી જબરી ખટપટથી તે અથાણાની લહેજતની લાલસા ઘટાડવી એજ વિશેષ ઉચિત છે.
ઘોલવડાં_દ્વિદલ] કાચું દૂધ, કાચું દહિં ને કાચી છાશ એ ઉકાળ્યા વિનાનાં ત્રણ પ્રકારનાં કાચાં ગેરસ અને દ્વિદલ એટલે જેની દાળ પડતી હોય એવાં કઠોળ વગેરે ધાન્ય, એ બેને સંબંધ થતાંની સાથેજ તરત (એટલે કાચા ગેરસમાં કઠોળ આદિ દ્વિદલ મળવા સાથેજ) ત્રસ જીની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે. કુદરતી નિયમ જ એ છે કે જેમ દિવાસળી ઘસવાથી તરત અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ ગોરસ અને દ્વિદલના સંગથી તરત ત્રસ જીની ઉત્પત્તિ થાય છે. (દ્ધિબે, દલ અર્ધ વા ફાડવા દાળવાળાં બીજ તદ્વિદલ બીજ કહેવાય. એમાં પણ તફાવત એ છે કે દ્વિદળ એ બીજ જાણવાં, પરંતુ સાંગરી આદિ ફળ નહિ. તેમજ જે બીજની બે ફાડ થતી હોય પરંતુ તેલ ન નીકળતું હોય તેવાં બીજ અહિં