________________
ભોગે પનાગવિ૦
૧૭૭ દ્વિદળ તરીકે ગણવાં, પરંતુ તેલ નીકળી શકે એવાં દ્વિદળ બીજ કાચા રસમાં અભક્ષ્ય થતાં નથી. દ્વિદળબીજ ચણા, મગ, મઠ, અડદ, તુવર, વાલ, ચાળા, કલથી, વટાણા, લગ, ગવાર, મેથી મસુર ઈત્યાદિ સુકાં લીલાં કઠળ આખાં, તેની દાળ, તેને લેટ, અને મેથીની ભાજી વિગેરે એ સર્વ દ્વિદળ છે. તેમજ કઠોળની શિંગ, પાંદડાંની ભાજી એ સર્વ કાચી વસ્તુઓ. તેમજ રાંધેલી વસ્તુઓ પણ કાચા રસ સાથે અભક્ષ્ય છે. તેથી દૂધ દહિં અને છાસ બરાબર ઉકાળ્યા બાદ જ તેમાં દ્વિદળ મેળવી શકાય. વળી કાચા ગોરસમાં શિખંડ આદિ સરખાં કાચાં રૂપાન્તરોમાં પણ કાચાં પાકાં દ્વિદળ અભક્ષ્ય છે; માટે પરિણત શ્રાવકે ભેજન વખતે દ્વિદળ અભક્ષ્યને બરાબર ઉપગ રાખ ઉચિત છે.
૧૯ રીંગણું–રીંગણાં, વંતાક, વેંગણ ઈત્યાદિ નામ રીંગણાનાં એકાર્થ વાચક છે. એ બહુબીજ હેવાથી અભક્ષ્ય છે. તે ઉપરાન્ત એના ટોપમાં [બિંટના સ્થાને ટેપમાં બારીક ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ હોય છે. તે ઉપરાત માદક વિકારી અને નિર્વસ (નિર્દય) પરિણામને ઉત્પન્ન કરનાર હોવાથી અભક્ષ્ય છે. રીંગણની સુકવણી પણ અભક્ષ્ય છે.
૧ પુરાણ આદિ અન્ય દર્શન શાસ્ત્રોમાં પણ રીંગણને નિષેધ કર્યો છે. તે આ પ્રમાણે यस्तु वृन्ताककालिंगमूलकानां च भक्षकः । अन्त काले स मूढात्मा, न समरिष्यति मां प्रिये ! ॥१॥
અર્થ–વળી જે પુરુષ રીંગણાં કાલિંગડાં અને મૂળાનું ભક્ષણ કરનાર છે તે મૂઢાત્મા પુરુષ હે પ્રિયા ! (વિષ્ણુ