________________
૧૭૮
શ્રાવકધમ વિધાન
૨૦ અજાણયાં ફળ વિગેરે જે ફળનાં નામ ગુણ વિગેરે જાણવામાં ન હોય એવાં ફળ વિગેરેને ખાવાથી કદાચિત ઝેરી હોય તે જીવનું જોખમ થાય છે, કદાચિત કેરી ન હોય તે ભક્ષ્ય હશે કે અભક્ષ્ય તેની શંકા રહે છે. માટે અજાણ્યાં ફળ ફલ વિંગેરે લક્ષ્ય હોય તે પણ અજાણપણાના કારણથી અભક્ષ્ય છે.
૨૧ તુચ્છ ફળ–જે ફળ પુષ્પ વિગેરે ખાવાથી તૃપ્તિ થાય નહિ, ખાવાનું અલ્પ ને ફેંકી દેવાનું ઘણું હોય, તેવાં ફળ વિગેરે તુચ્છ ફળાદિ કહેવાય. એમાં પીલુ, પીચ, ગુદાં, માર, બેર, અતિ કેમળ મગની શિંગ, ચેળાની શિંગ, મઠની શિંગ, અડદની શિંગ વિગેરે શિગે, એ સર્વ તુચ્છ ફળ છે. વળી બહુ કમળ હોય તે અનંતકાય તરીકે પણ અભક્ષ્ય છે. વળી બેર ગુંદાં વિગેરેમાંથી અતિ ચિકણું ઠળીયા બહાર ફેંકી દેવાથી તેના પર આવી પડતા માખી આદિ મોટા નાના ત્રસ જીવે પણ પિતાના પ્રાણ ગુમાવે છે. અને એઠા ઠળીયા વિગેરેમાં અસંખ્ય સમ્મચિહમ મળે પણ ઉત્પન્ન થાય છે. બીજા ત્રસ જીવે પણ ઉત્પન્ન થાય છે, માટે એવા અસાર ફળ વિગેરે અભક્ષ્ય છે. પિતાની પત્નિને કહે છે) અન્તકાળ વખતે મારું સ્મરણ કરશે નહિ. વળી અન્ય દર્શનમાં એમ પણ કહેલું સંભવાય છે કે-રીંગણાના શાકને ધૂમાડે આકાશમાં જતાં આકાશ માર્ગે જતું વિમાન (દેવ વિમાન) અટકી જાય છે. એ પ્રમાણે અન્ય શાસ્ત્રોમાં રીંગણ, કાલિંગડાં ને મૂળા અભક્ષ્ય કહેલ છે.