________________
૧૬૮
શ્રાવકધર્મ વિધાન
તે કહેવાય કે હું કેણ છું ? તેની શોધ કરે. માનવજીવન શું છે? મનુષ્ય તે શું ? પશુ તે શું? જીવ શું? જડ શું? પુણ્ય શું ? પાપ શું? ધર્મ શું? અધર્મ શું? ગુણ શું? અવગુણ શું? મને હિતકર શું? અહિતકર શું ? જગતને હિતકર શું? અહિતકર શું? ઈત્યાદિ શોધખોળ કરવી, અને જગતને તથા પિતાને જે હિતકારી હોય તે કાર્ય કરવું તે બુદ્ધિ કહેવાય. હવે કહે આ સગુણોને અંશ પણ યાંત્રિક વિજ્ઞાનમાં છે? માટે જગતસંહારી યાંત્રિક વિજ્ઞાનની શોધ તે સદબુદ્ધિ વૈભવ નથી. બુદ્ધિને વૈભવ તે વનસ્પતિ આહારીને જ હોઈ શકે. કારણ કે મદિરા માંસાહાર જેટલા તામસી અને દુર્બદ્ધિજનક છે તેટલા જ સાત્વિક અને બુદ્ધિકારક વનસ્પતિ આહાર છે. ઉપરના સદ્ગણે વનસ્પતિ આહારવાળી દુનિયામાં જ મળી શકશે. ધર્મ-અધર્મ પુણ્ય-પાપના વિવેકે એ દુનિયામાં જ જીવતા રહી શકે છે, માટે મદિરા અને માંસાહાર આત્માથી જેને સર્વથા વર્જનીય છે. અને એની છાયામાં પણ ઉભા રહેવું એ પાપ છે.
વળી માંસ રંધાતું હોય તે વખતે પણ ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ હોય છે. એમાં ઉપજતા જી માંસના સરખા જ રંગવાળા હોય છે. અંગ્રેજી દવાઓમાં પણ માંસ આવે છે. જેમકે–
Cod Liver oil-કોડલિવર આઇલ–એમાં દરિયાની માછલીનું તેલ છે. એ માછલીનું નામ કેંડ છે.