________________
ભોગપભોગવિ.
૧૬૭
મળે એ જેમ ન્યાય છે, તેમ વનસ્પતિ જેવા નિર્દોષ આહારથી જ દુબુદ્ધિની ઉત્પત્તિ રહી, એ વિપરીત ન્યાય સજજને કેમ માને ? માટે મદિરા માંસને આહાર દુબુદ્ધિને જ ઉત્પન્ન કરનાર છે એ સ્પષ્ટ છે.
પ્રશ્ન-પરન્તુ અજબ શોધખોળ કરનારી બુદ્ધિને દુર્બુદ્ધિ કઈ રીતે કહેવાય?
ઉત્તર–મદિરા માંસના આહારવાળાઓની અજબ શોધખેાળની બુદ્ધિમાં દુબુદ્ધિપણું આ પ્રમાણે છે વર્તમાન વિજ્ઞાનના શોધકોએ એ શે શા માટે કરી છે? એ શોધક પિતે કોણ છે તે જાણવા સમર્થ નથી. પોતે પોતાની શોધ કરવી
એ બુદ્ધિનું પ્રથમ કાર્ય છે. જડ વસ્તુઓનાં સાંગિક વિજ્ઞાન શેધકોને શું ઉપયોગી થયાં? તેમ જગતને પણ એ ધળ શું ઉપયોગી થઈ? કેવળ એક બીજાનું છેતરીને ઝુંટવી લેવું, બળજબરીથી પરાઈ માલ મિલકત પડાવી લેવી, મનુષ્યને સંહાર કર, પશુઓને સંહાર કરે, એશ આરામ ને મેજમજાહે ભેગવવી, લાખે ને કરોડે મનુષ્યોનાં ખૂન કરીને પણ બીજાનાં રાજ્ય પડાવી લેવાં, પશુ જીવનથી પણ અધિક અધમ માનવ જીવન ભેગવવું, ઇત્યાદિ રીતે કેવળ જગત સંહાર અને વ્યવસ્થિત લૂંટફાટ, ચારીઓ, વ્યભિચારો સિવાય એ અજબ શોધળોને કર્યો ઉપયોગ ? એ બુદ્ધિભવમાં વા વિજ્ઞાનમાં કોઈ પણ સ્થાને માનવ ગુણને અંશ પણ શેળે જડે છે? માટે એ વર્તમાન વિજ્ઞાને વિજ્ઞાન નથી, પરંતુ પ્રાણી સંહારનાં સાધન છે. માટે એ વિજ્ઞાને સદ્બુદ્ધિ નહિ પણ દુબુદ્ધિ છે. બુદ્ધિ